ગંદકી મુદ્દે હાઇકોર્ટે જૂનાગઢ મનપાને ફટકારી નોટિસ, ગિરનાર પર્વત પર તાત્કાલિક સફાઈનો આદેશ
જુનાગઢમાં આવેલ ગિરનાર પર્વત માત્ર પર્વત જ નહિ લોકોની આસ્થાનું પણ પ્રતિક છે. અહી દેવી દેવતાનો વાસ હોવાનું કહેવાય છે જેથી હજ્જારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે તંત્રની બેદરકારીના કારણે ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે. જેથી ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે હાઇકોર્ટમાં એક અરજી કરવામાં કરવામાં આવી હતી.
ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી
હાઈકોર્ટેમાં આજે ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે જૂનાગઢ મનપાને ફટકારી નોટિસ છે. અને સાથે ઠપકો આપતા કહ્યુ હતુ કે પાલિકાએ શબરીમાલા અને વૈષ્ણોદેવી મંદિરની સ્વચ્છતા જોઈને બોધપાઠ લેવો જોઈએ.
હાઈકોર્ટે જૂનાગઢ મનપાને આપ્યા આદેશ
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જૂનાગઢ પાલિકાને આદેશ આપ્યો છે કે ગિરનાર પર્વત પર તત્કાલ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે અને ગિરનાર પર્વત પરની ગંદકીને તાત્કાલિક સાફ કરવામાં આવે. હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે સ્વચ્છતા મુદ્દે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશો નહી.
હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અરજી
જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વત પર છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યા હતું. જેથી આ મુદ્દે હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરવામાં આવી હતી. જેમાં પ્રાકૃતિક સ્થળો પર પ્લાસ્ટિકથી ફેલાતી ગંદકીને કારણે નુકસાન થતુ હોવાની રજૂઆત કરવામા આવી હતી. આ અરજીમાં ગિરનાર પરના અંબાજી મંદિર તેમજ દત્તાત્રેય મંદિરની આસપાસ વધુ ગંદકી હોવાની રજૂઆત કરવામા્ં આવી હતી.
આ પણ વાંચો : હાઈકોર્ટે જામીન અરજી ફગાવતા લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલી વધી