ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં જમીન સંપાદનના કેસમાં સમયસર વળતર ન ચુકાવતા હાઈકોર્ટ આકરા પાણીએ

Text To Speech

જમીન સંપાદન સામે વળતરના કેસમાં કાર્યવાહીનું હાઈકોર્ટ મોનિટરિંગ કરશે. જેમાં વળતર ચૂકવવામાં બેદરકારી બદલ 14 અધિકારી સામે કાર્યવાહી થઈ છે. તથા જનતાના નાણાં વેડફાય છે ને સરકાર મૌન ધારણ કરે છે તેમ હાઈકોર્ટે જણાવ્યું છે. આ અધિકારીઓ સામે ઝડપી અને યોગ્ય પગલા લઈને તપાસ પૂર્ણ કરો તેમ પણ હાઈકોર્ટે ટકોર કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ITનું બીજા દિવસે સર્ચ ઓપરેશન, જાણો કોના પર છે તવાઇ

અધિકારીઓ સામે ઝડપી અને યોગ્ય પગલા લઈને તપાસ પૂર્ણ કરો

રાજ્યમાં વિવિધ બાબતોને અનુલક્ષીને થતાં જમીન સંપાદનના કેસમાં સંબંધિત અધિકારીઓ દ્વારા જમીન આપનારા લોકોને સમયસર વળતર ન ચુકવવાના વલણ સામે હાઈકોર્ટના ચીફજસ્ટિસની ખંડપીઠના આકરુ વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે, હાઈકોર્ટ આ કેસનુ મોનિટરિંગ કરશે, દર સપ્તાહે રાજ્ય સરકાર દ્વારા આ કેસની તપાસમાં થતી પ્રગતિ સંદર્ભે હાઈકોર્ટને વિગતો આપે, રાજ્ય સરકાર ત્રણ માસમાં આ કેસમાં જવાબદાર અધિકારીઓ સામે કરેલી તપાસનો સ્ટેટસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરે અને છ માસમાં આ કેસમાં તપાસ પૂર્ણ કરે. આ કેસની વધુ સુનાવણી 25 એપ્રિલે હાથ ધરાશે. હાઈકોર્ટે સરકારને ટકોર કરેલી કે આ અધિકારીઓની બેદરકારીના લીધે સરકારની તિજોરીને મોટુ નુકસાન થઈ રહ્યું છે. જેથી આ અધિકારીઓ સામે ઝડપી અને યોગ્ય પગલા લઈને તપાસ પૂર્ણ કરો.

આ પણ વાંચો: PSIની ભરતી પ્રક્રિયા પર રોક, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્ય સરકારને ઝાટકતા સવાલ કરેલો કે સરકારના પૈસા વેડફાઈ રહ્યા છે

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રાજ્ય સરકારને ઝાટકતા સવાલ કરેલો કે સરકારના પૈસા વેડફાઈ રહ્યા છે અને તમે મૌન ધારણ કરીને કેમ બેઠા છો ? અધિકારીઓ દ્વારા 10-07-2013ના જીઆરને નબળો બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. સમયાંતરે અધિકારીઓ પગલા લેવાની માત્ર વાતો જ કરે છે, પરંતુ કોઈ કાર્યવાહી કરતા નથી. આ કરોડો રુપિયાની રકમ છે, શા માટે કરદાતાના પૈસા આ રીતે વેડફવા દેવામાં આવે છે ? હાઈકોર્ટના કડક વલણ બાદ, સરકારે બાહેંધરી આપેલી કે આ મુદ્દે પગલા લેશુ અને પરિપત્રને મોડીફાઈડ કરીશું. બુધવારે રાજ્ય સરકારે તેનો જવાબ હાઈકોર્ટમાં રજૂ કર્યો છે.

Back to top button