- રાજ્યના 6 જળાશયમાં હાઈએલર્ટ કરવામાં આવ્યા
- કચ્છના 4, સૌરાષ્ટ્રમાં એક જળાશય છલોછલ થયો
- મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 31.52 ટકા પાણીનો સંગ્રહ
ગુજરાતના 6 જળાશયમાં હાઈએલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ 3 ઉપર એલર્ટ, એકમાં વોર્નિંગ સિગ્નલ આપવામાં આવ્યું છે. રાજ્યના 207 ડેમોમાં 39.91 ટકા પાણીનો સંગ્રહ થયો છે. તેમજ વરસાદના કારણે કચ્છના 4, સૌરાષ્ટ્રમાં એક જળાશય છલોછલ થયો છે.
આ પણ વાંચો: ગુજરાત: લો બોલો, શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને કરોડો રૂપિયાની ચીજવસ્તુઓ ભેટ મળી
રાજ્યના 6 જળાશયમાં હાઈએલર્ટ કરવામાં આવ્યા
સરદાર સરોવર ડેમમાં 51.47 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. ગુજરાતમાં વરસાદનો પ્રારંભ થયો છે ત્યાં 10 ડેમો હાઇ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ હેઠળ છે. 10 જળાશયો પૈકી 6 જળાશય હાઈએલર્ટ ઉપર છે, જ્યાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે, બાકી ત્રણ જળાશય એલર્ટ ઉપર છે, જ્યાં 80થી 90 ટકા વચ્ચે અને એક જળાશયમાં 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થતાં વોર્નિંગ સિગ્નલ ઉપર છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મહિલાઓ માટે તમામ જિલ્લાઓમાં ‘શક્તિ સદન’નું નિર્માણ થશે
207 જળાશયોમાં 26મી જુનની સ્થિતિએ 39.91 ટકા પાણીનો સંગ્રહ
સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં 26મી જુનની સ્થિતિએ 39.91 ટકા પાણીનો સંગ્રહ છે. અત્યારે સૌથી ઓછું પાણી કચ્છના 141 ડેમોમાં 20.39 ટકા છે, સૌરાષ્ટ્રમાં એક ડેમ સંપૂર્ણ છલકાયો છે. કચ્છના 20માંથી 4 ડેમ સંપૂર્ણ છલકાયા છે, 20 ડેમોમાં 48.48 ટકા જળસંગ્રહ છે. સરદાર સરોવર ડેમમાં 51.47 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 46.84 ટકા અને મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 31.52 ટકા પાણીનો સંગ્રહ છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાને પેપરલેસ કરવાની દિશામાં આગવી પહેલ
દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 33.45 ટકા પાણીનો જથ્થો
દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 33.45 ટકા પાણીનો જથ્થો છે. કચ્છમાં દર વખતે પાણીનો કકળાટ રહે છે, અલબત્ત, બિપોરજોય વાવાઝોડાની અસર અને એ પછી વરસાદ પડયો તેના કારણે કચ્છ જિલ્લામાં હાલમાં વાપરવા લાયક પાણીનો સંગ્રહ એટલે કે જીવંત સંગ્રહ ક્ષમતા 43 ટકા આસપાસ છે. એ જ રીતે અરવલ્લી જિલ્લામાં 25.83 ટકા, બનાસકાંઠા જિલ્લામાં 43.37 ટકા, મહેસાણા જિલ્લામાં 50.44 ટકા અને સાબરકાંઠા જિલ્લામાં 36.23 ટકા પાણીનો જીવંત સંગ્રહ છે. મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં 17.05 ટકા, દાહોદમાં 21.20 ટકા, મહિસાગરમાં 29.47 ટકા અને પંચમહાલમાં 18.45 ટકા પાણીનો જીવંત સંગ્રહ છે.