ગુજરાતટ્રેન્ડિંગ

રાજ્યમાં 67 ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો હોવાથી હાઈ એલર્ટ

Text To Speech

રાજ્યમાં ચોમાસાની સિઝન ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધી સિઝનનો 61.62 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ 9.36 ઇંચ વરસાદ તથા પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં 163 મિ.મી, કેશોદમાં 159 મિ.મી, ખંભાળિયામાં 130 મિ.મી., આમ કુલ 4 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે 24 કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ 119.04ટકા, સૌરાષ્ટ્રમાં 89.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 55.56 ટકા, દક્ષિણ ગુજરાતમાં 47.68 ટકા, પૂર્વ ગુજરાતમાં 48.01 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

 

67 ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો:

વરસાદના ત્રીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 62.68, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 37.27, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 45.95, કચ્છના 20 ડેમમાં 64.79, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 72.81 અને સરદાર સરોવરમાં 66.61 ટકા પાણીનો જથ્થો છે. વરસાદના નવા નીર જળાશયોમાં આવવાથી રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીની તકલીફો દૂર થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં 67 ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો હોવાથી હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 18 ડેમમાં 80 ટકાથી વધુ પાણીનો જથ્થો હોવાથી એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 22 ડેમ એવા છે જે 70 ટકા પાણીનો જથ્થો ધરાવે છે તેને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 99 ડેમમાં 70 ટકા કરતાં ઓછું પાણી ઓવાથી તેને કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી.

ગુજરાત ડેમ-Humdekhengenews

ભારે વરસાદના પગલે રેલવેને પણ અસર:

ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોના રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે આજની 6 ટ્રેનો રદ અને 1 ટ્રેન રી-શેડ્યૂલ કરવામાં આવી છે.

હજી બે દિવસ હવામાન વિભાગની આગીહી:

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અને આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે. આ સાથે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, ગુજરાત સરકાર અને પૂર્ણેશ મોદીને ફટકારી નોટિસ

Back to top button