ઉત્તર ગુજરાત

ટ્રકમાં કોથળા પાછળ સંતાડેલો રૂ. 17 લાખનો દારૂ અમીરગઢ પાસેથી ઝડપાયો

Text To Speech

પાલનપુર: રાજસ્થાન સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસે રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલા દારૂના જથ્થા સાથે બે ઈસમોને પકડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કુલ રૂ. 27.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દારૂના જથ્થા
ગુજરાતમાં ઘુસાડાતા દારૂના જથ્થા સાથે બે ઈસમોને પકડાયા

ગુજરાતમાં ઘુસાડાતા દારૂના જથ્થા સાથે બે ઈસમોને પકડાયા

બનાસકાંઠા દારૂ માટે ‘ગેટ વે ઓફ ગુજરાત’ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલાં થરાદ નજીકથી ચોખાની આડમાં દારૂ લઈ જવાતો હોવાનું સામે આવ્યું હતું. ત્યાંજ હવે રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા અમીરગઢ પાસે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. જેમાં અમીરગઢ પીએસઆઇ એમ. કે. ઝાલા, પોલીસ જવાન દિલીપભાઈ, કરમશીભાઈ, જયરાજસિંહ, હાર્દિકભાઈ તેમજ સંજયભાઈ દ્વારા અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા. દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ગુજરાત પાર્સિંગની ટ્રક નંબર GJ 12 Y 8321 ને રોકાવી તલાશી લેતા ટ્રકમાં પ્રાથમિક દ્રષ્ટિએ કોથળાઓમાં ચારો ભરેલો જણાઈ આવ્યો હતો. જોકે પોલીસને શંકા જતા કોથળાઓ હટાવી તલાશી કરતા ટ્રકની અંદર અંદાજે રૂ. 17,78,400 ની કિંમતની જુદાજુદા લેબલની ભારતીય બનાવટની દારૂ ની પેટી નંગ 278 તેમજ ટ્રક,મોબાઈલ આમ કુલ રૂ. 27,87,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે ગોંડલના રહેમાન મહમદશા ફકીર,જૂનાગઢના નાનીડીયા ગામ ના દિનેશ મનસુખભાઈ પટેલને ઝડપી દારૂ ક્યાંથી લાવ્યા અને ગુજરાતમાં કઈ જગ્યાએ લઈ જવાતો હતો તે અંગે પૂછપરછ કરીને તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દારૂના જથ્થા
કુલ રૂ. 27.87 લાખનો મુદ્દામાલ જપ્ત
Back to top button