ગુજરાતટોપ ન્યૂઝ

અમરેલીમાં હિચકારી ઘટના, શ્વાનના ટોળાએ 3 વર્ષના માસુમ બાળકને ફંગોળી મારી નાખ્યું

Text To Speech

રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ચિંતાની વાત એ છે કે રખડતા શ્વાન માસુમ બાળકોને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. જેમાંખેતરમાં રમી રહેલા 3 વર્ષના માસુમને શ્વાનના ટોળાએ ફાડી ખાધો હોવાની ઘટના સામે આવી છે.

અમરેલીમા શ્વાનનો આતંક

અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા બાદ હવે શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં અમરેલીના દામનગર નજીક વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમજીવીના ૩ વર્ષના બાળક પર શ્વાનના ટોળાએ હુમલો કરતા બાળકનું કરુણ મોત નિપજ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે બપોરે બાળક વાડીમાં રમતું હતું તે દરમિયાન એક સાથે પાંચ છ સ્વાનના ટોળાએ આ માસુમ બાળકને ઢસડી જઇને ફાડી ખાધો હતો.

સુરત શ્વાનનો હુમલો-humdekhengenews

૩ વર્ષના બાળક પર શ્વાનના ટોળાનો હુમલો

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અલી ઉદેપુર જિલ્લા જેતપુર થાવી તાલુકાના થાંબલા ગામે રહેતા શ્રમિક પરિવારના ૩ વર્ષના બાળક રોનક રાઠવા ખેતરમાં રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક છ જેટલા શ્વાનોનું ટોળું ત્યાં આવી ચડ્યું હતું રોનકને પકડી ઢસડી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફંગોળી નાખ્યું હતું. શ્વાનોએ બાળકને શરીરમાં ઠેર ઠેર બચકા ભર્યા હતા. જેના કારણે બાળકને ગરદનની ડાબી બાજુ તથા ડાબા કાન પાસે તથા માથાના પાછળના ભાગે તથા પીઠના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી

આ ઘટના જોતા આસપાસમાંથી લોકો એકઠા થઇ ગયા હતા અને શ્વાનનો ટોળાને ત્યાથી ભગડ્યા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગતા હતા. પરંતુ આ પહેલા જ માસુમ બાળકનું મોત નિપજ્યું હતું.ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. જ્યારે શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

 આ પણ વાંચો : ‘ગ્રીન ગુજરાત કલીન ગુજરાત’ અને ‘ગો ગ્રીન’ના મંત્ર થકી બિન-પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોખરે

Back to top button