ટ્રેન્ડિંગનેશનલ

હાય રે કળિયુગ! મામી-ભાણીએ ભાગીને લગ્ન કરી લીધા, ત્રણ વર્ષથી ચાલતું હતું ઈલુ-ઈલુ

Text To Speech
  • બિહારના ગોપાલગંજમાં બે મહિલાઓએ કરી લીધા લગ્ન
  • લગ્ન કરનાર મહિલાઓમાં એક મામી તો બીજી ભાણી
  • બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતો હતો પ્રેમસબંધ

બિહાર, 12 ઓગસ્ટ: ગોપાલગંજમાં એક મામીએ તેની ભાણીના પ્રેમમાં પતિને છોડી દીધો હતો. ત્યારપછી તેણીએ ભાગીને તેની ભાણી સાથે લગ્ન કરી દીધા છે. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા તેમના પરિવારને લગ્નની જાણકારી આપી છે. કહેવાય છે કે બંને વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમસબંધ હતો. આ મામલો કુચાયકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના બેલવા ગામનો છે.

બેલવાના રહેવાસી મામી અને ભાણીએ તેમના તમામ સંબંધીઓને બાયપાસ કરીને સાસામુસા સ્થિત દુર્ગા ભવાની મંદિરમાં લગ્ન કરી લીધા છે. મંદિરમાં લગ્ન દરમિયાન તમામ વિધિઓ કરી હતી. આ દરમિયાન બંનેએ એકબીજાને હાર પહેરાવ્યા હતા. આ ઉપરાત તેમણે ગળામાં મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું અને પછી સિંદૂર લગાવ્યું અને સાત ફેરા લીધા અને સાત જન્મ સુધી તેની સાથે રહેવાનું વચન પણ આપ્યું છે. લગ્ન બાદ બંનેએ એકબીજા સાથે જીવવા અને મરવાના સોગંદ લીધા હતા.

બીજાના લગ્નના ડરથી ઘર છોડીને લગ્ન કરી લીધા

ભાણી શોભાના પ્રેમમાં પાગલ મામી સુમને કહ્યું કે શોભા ખૂબ જ સુંદર છે. મને ડર હતો કે જો તેણીએ બીજે લગ્ન કરી લીધા તો તે મને છોડી દેશે. બસ આ ડરથી અમે બંનેએ બધું છોડીને મંદિરમાં લગ્ન કરી લીધા છે. જ્યારે શોભાએ જણાવ્યું કે અમારા લગ્ન સાસામુસા મંદિરમાં થયા હતા. લગ્ન પછી અમે સાથે જીવવાના અને મરવાના સોગંદ લીધા છે.

લગ્ન ચર્ચાનો વિષય બન્યા

ગોપાલગંજમાં મામી અને ભાણીના લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. આ અનોખા લગ્નની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. બંનેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને પરિવારને લગ્નની જાણકારી આપી હતી. વીડિયોમાં બંનેએ પોતાની મરજી મુજબ લગ્ન કરવાની અને જન્મો-જન્મ સાથે રહેવાની વાત કરી છે.

આ પણ વાંચો: યૌન શોષણ કેસમાં મહિલા પણ આરોપી હોઈ શકેઃ પોક્સો કેસમાં દિલ્હી હાઈકોર્ટે કરી સ્પષ્ટતા

Back to top button