હાય ગરમી ! અમદાવાદમાં ગરમીને કારણે 590 લોકો બેભાન થયા
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગરમીએ કહેર મચાવ્યો છે. આકરી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાપમાનની વાત કરવામા આવે તો રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચ્યો છે. ગઈ કાલે અમદાવાદ શહેરમાં સૌથી વધુ તપામાન નોંધાયું હતું. ત્યારે આ આગ ઓકતી ગરમીના કારણે અમદાવાદમાં 590 લોકો બેભાન થયા હોવાની ઘટના સામે આવી છે.
અમદાવાદમાં 590 લોકો બેભાન થયા
આગઓકતી ગરમી સામે અમદાવાદવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. લોકોને ગરથી બહાર નિકળવુ પણ મુશ્કેલ બની ગયુ છે. ગરમીનો પ્રકોપ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ગરમીના કારણે 13 દિવસમાં 590 લોકો બેભાન થયાની ઘટના સામે આવી છે. જ્યારે ગરમીના કારણે રાજ્યમાં 13 દિવસમાં 2 હજારથી વધુ લોકો બેભાન થયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે વોમિટીંગ સહિતના કેસોમાં ઉછાળો આવ્યો છે.
ઈમરજન્સી કેસોમાં ઉછાળો
મહત્વનું છે કે 13 દિવસમાં જ અમદાવાદમાં ગરમીના કારણે અંદાજે 590 લોકો બેભાન થઈ જવાની ઘટના 108 ઈમરજન્સીમાં નોંધાઈ છે.ગરમીના કારણે ઈમરજન્સી કેસોમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. માત્ર 2 અઠવાડિયામાં આખા રાજ્યમાં 9500થી વધુ ઈમરજન્સીના કેસો નોંધાયા છે.
અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું
અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યનું વધુ ગરમ શહેર અમદાવાદ રહ્યું છે. આ સિઝનની સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંધાઈ છે. અમદાવાદમાં 44.7 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. જ્યારે અમદાવાદ એરપોર્ટ પર 45.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ત્યારે અમદાવાદમાં આજે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. અને એક દિવસ બાદ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત, અમદાવાદમાં આજે પણ ઓરેન્જ એલર્ટ