અરે જસ્સુ, ગલી ક્રિકેટ રમી રહ્યો છે કે શું…જયસ્વાલ પર કેમ ભડક્યો રોહિત શર્મા? જૂઓ વીડિયો
- મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રમાઈ રહી છે
HD ન્યૂઝ ડેસ્ક, 26 ડિસેમ્બર: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રમાઈ રહી છે. આ બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનની વિકેટો પડી રહી ન હતી ત્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા નવી રણનીતિ બનાવી રહ્યો હતો. જો કે, તે થોડો ચિડાયેલો પણ દેખાઈ રહ્યો હતો, કારણ કે જ્યારે યશસ્વી જયસ્વાલે તેની વાત ન માની તો તેણે મેદાનની વચ્ચે જ યશસ્વી જયસ્વાલને ઠપકો પણ આપ્યો. કેપ્ટન રોહિત શર્માએ યશસ્વીને કહ્યું કે, તું ગલી ક્રિકેટ રમી રહ્યો છે કે શું? બાદમાં યશસ્વી જયસ્વાલ પણ તેની વાત સાથે સંમત થયો હતો. રોહિત શર્માએ પોતાની મુંબઇયા સ્ટાઈલમાં મુંબઈના જ રહેવાસી યશસ્વી જયસ્વાલને સાંભળાવ્યું હતું.
જૂઓ આ વીડિયો
Stump Mic Gold ft. THE BEST, @ImRo45! 🎙️😂
The Indian skipper never fails to entertain when he’s near the mic! 😁#AUSvINDOnStar 👉 4th Test, Day 1 LIVE NOW pic.twitter.com/1fnc6X054a
— Star Sports (@StarSportsIndia) December 26, 2024
મેદાનની વચ્ચે રોહિતે જયસ્વાલને શું કહ્યું?
હકીકતમાં, જ્યારે સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનની સામે જ ક્લોઝ ફિલ્ડર તરીકે યશસ્વી જયસ્વાલને રાખ્યો હતો. જોકે, બેટ્સમેન બોલ રમે તે પહેલાં જ જયસ્વાલે એક-બે વાર હવામાં કૂદકો માર્યો. આવી સ્થિતિમાં જયસ્વાલની નજર ન તો બેટ્સમેન પર હતી કે ન બોલ પર…આથી તે કેચ પણ પકડી શક્યો ન હતો. આ જ કારણ હતું કે રોહિતે યશસ્વીને કહ્યું કે, ‘અરે જસ્સુ (જયસ્વાલ), તું ગલી ક્રિકેટ રમી રહ્યો છે કે શું?’ આ પછી રોહિતે કહ્યું કે, ‘જ્યાં સુધી બેટ્સમેન બોલ ન રમે ત્યાં સુધી તેણે ઉઠવું નહીં.’
ભારત વિકેટની શોધમાં હતું
રોહિત ઇચ્છતો હતો કે, જ્યાં સુધી બેટ્સમેન બોલ ન રમે ત્યાં સુધી જયસ્વાલ તેની પોઝિશન પર સ્થિર રહે.. ક્યારેક ક્લોઝ ફિલ્ડરે ઘૂંટણ પર હાથ રાખીને ઊભા રહેવું પડે છે, તો ક્યારેક ક્લોઝ ફિલ્ડરે બેસીને પણ ફિલ્ડિંગ કરવી પડે છે. આ પોઝિશનમાં હોય તો જ ફિલ્ડર કેચ પકડી શકે છે. આ મેચમાં ભારત વિકેટ શોધી રહ્યું હતું આવા સમયે જો ફિલ્ડિંગમાં બેદરકારી થાય તો તે માફી પાત્ર નથી. ભારતીય ક્રિકેટ ટીમને પ્રથમ બે સેશનમાં માત્ર બે જ વિકેટ મળી હતી. આવી સ્થિતિમાં કેપ્ટન પર ફિલ્ડિંગ ચુસ્ત રાખવાનું દબાણ પણ હતું.
આ પણ જૂઓ: સેમ કોંસ્ટાસે રચ્ચો ઇતિહાસ, બુમરાહ સામે આ કારનામું કરનારો બન્યો પ્રથમ ક્રિકેટર