Hey Girls, લાઇફ પાર્ટનર પસંદ કરતા પહેલા થોડુંક ધ્યાન રાખજો
- આકર્ષણ કોઇ પણ પ્રત્યે થઇ શકે, પરંતુ લાઇફ પાર્ટનર પસંદ કરવામાં સાવધાન રહેજો
- તમારા માટે કોઇ પઝેસિવ હોય તે પહેલા ગમી શકે છે, પરંતુ આ વાત એક સમસ્યા બનશે
- વાતે વાતે ખોટુ બોલતી હોય તેવી વ્યક્તિથી થોડા દુર જ રહેજો
દુનિયામાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો હોય છે. આજના સમયમાં કોઇને જોઇને તેના સ્વભાવ અંગે જાણી શકાતુ નથી. ઘણી વખત છોકરીઓ લાઇફ પાર્ટનર પસંદ કરવામાં ભુલ કરી બેસે છે. પર્સનાલિટી જોઇને કે બાહ્ય દેખાવ જોઇને કોઇ પણ વ્યક્તિ તરફ આકર્ષણ થઇ શકે, પરંતુ જ્યારે લાઇફ પાર્ટનર પસંદ કરવાના હોય ત્યારે એ આકર્ષણને એક સાઇડમાં રાખવુ જોઇએ. વળી કેટલાક લોકો ગર્લફ્રેન્ડ માટે નેગેટિવિટીની હદ સુધી પઝેસિવ હોય છે. આવા લોકો સાથેનું જીવન મુશ્કેલ બને છે. તેથી લાઇફ પાર્ટનરની પસંદગી કરતા પહેલા કેટલીક બાબતો ચકાસી લેવી જરૂરી છે.
તમારા વિશે પણ વિચારતો હોવો જોઇએ છોકરો
જો તમે કોઇ એવી વ્યક્તિની સાથે છો જે ફક્ત પોતાના વિશે જ વિચારે છે અને તમારી તેને પડી નથી. તો પ્લીઝ તેવા વ્યક્તિની પસંદગી ન કરો. જે વ્યક્તિને તમારી ફિલિંગ્સનું મહત્ત્વ ન હોય તે વ્યક્તિ સાથે જિંદગી વીતાવવા વિશે વિચારવુ ન જોઇએ. જે વ્યક્તિ પોતાના ફાયદા વિશે જ વિચારતી હોય, તમારા કામ પર કે તમારી લાઇફ પર તેનો કેવો પ્રભાવ પડશે તે વિચારી શકતો ન હોય તો તેવા વ્યક્તિ સાથે રહેવાની ભુલ કદી ન કરશો.
જુઠ્ઠુ બોલતા છોકરાથી દુર રહો
પ્રામાણિકતા કોઇ પણ સંબંધોમાં ખૂબ જરૂરી છે. જો કોઇ વ્યક્તિ તમારી સાથે દરેક નાની વાતે ખોટુ બોલતી હોય તો તેવી વ્યક્તિ સાથે રહેવા વિશે વિચારવુ પણ ન જોઇએ. જુઠ્ઠુ બોલતા લોકો પ્રેમમાં જાત જાતના વાયદા કરે છે અને જ્યારે તે વાયદા પૂરા કરવાની વાત આવે છે ત્યારે તેઓ એ વાયદા નિભાવી શકતા નથી.
પાર્ટનર કન્ટ્રોલિંગ ન હોવો જોઇએ
ધ્યાન રાખો તમારો પાર્ટનર તમને કન્ટ્રોલ કરનારો ન હોવો જોઇએ. જો તે તમારી પર જાત જાતના પ્રતિબંધો મુકતો હોય તો તેનાથી દુર રહો. જો બોયફ્રેન્ડ તમારી પર હાવિ થવાની કોશિશ કરતો હોય તો તેની સાથે બ્રેકઅપ કરી લેજો. આ પ્રકારના લોકો નેગેટિવ હોય છે, જે તમારી પર નિયંત્રણ રાખવા ઇચ્છે છે. શરુઆતમાં તેઓ સારા લાગી શકે છે, પરંતુ પછી તેઓ તમારુ સન્માન નહીં કરે.
પરિવાર સાથે ન મેળવે
જો તમને કોઇ એવી વ્યક્તિ પર ક્રશ હોય જે તમને પરિવારને મળવાની વાત થાય ત્યારે ટાળી દેતા હોય. આ ટોપિકથી બચવાના બહાના શોધતા હોય તો તેવી વ્યક્તિથી તમારે દુર રહેવુ જોઇએ. આ પ્રકારના લોકો તમારી સાથે દગો કરી શકે છે. આવા લોકો સાથે તમારું ફ્યુચર સેફ નથી.
સન્માન ન આપે તો દુર રહો
એક સારી અને વેલ મેનર્ડ વ્યક્તિ એ હોય છે જે પોતાના ઘરની જ નહીં, પરંતુ બહારની સ્ત્રીઓની પણ ઇજ્જત કરે છે. તેમનું સન્માન કરે છે. જો તમારો પાર્ટનર તમને માન ન આપી શકતો હોય તો એવા વ્યક્તિ સાથે જીવન વીતાવવા વિશે ન વિચારશો.
આ પણ વાંચોઃ ગુજરાતના આ મંદિરના દ્રશ્યો જોઈ ચોંકી જશો તમે ! જાણે સાક્ષાત સૂર્યનારાયણ દેવ જ…..