અરે…આતો ચિંતામાં મુકી દિધા અંબાલાલે તો! જાણો તેમણે હવામાનને લઈને શું અનુમાન વ્યક્ત કર્યું

HD ન્યૂઝ ડેસ્ક: ગુજરાતમાં કુલ સરેરાશ વરસાદ 32 ટકા જેટલો નોંધાયો છે, ત્યારે વરસાદના બીજા રાઉન્ડની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાના બીજા રાઉન્ડથી લઇને વરસાદની સમગ્ર પેટર્ન, દરિયામાં ઊભી થવા જઇ રહેલી સ્થિતિ અને ઓગસ્ટમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે, તે અંગે જણાવ્યું છે.
- બીજા રાઉન્ડનો વરસાદ કૃષિ પાકોને લાભદાઈ નહીં નીવડે: અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલે વરસાદના બીજા રાઉન્ડને લઈને કહ્યું છે કે, બીજા રાઉન્ડમાં એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે. આ નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. જોકે, તારીખ 7થી 12 દરમિયાન ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગો, મહેસાણા અને પાલનપુરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાથે જ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
- માત્ર 7થી 12 જુલાઈમાં જ નહી એ પછી પણ વરસાદ રહેવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે, આ ઉપરાંત અનેક નદીઓમાં પુર આવી શકે છે.
આ વરસાદ 14, 15, 16 સુધી પણ રહી શકે છે. સાથે જ 19થી 21 દરમિયાન ઉત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતા રહેશે. હાલની સ્થિતિ જોતાં જુલાઇ મહિનામાં ભારે વહન આવવાની શક્યતા રહેશે.
તેમજ દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદ થશે. ગંગા-જમનાના જળ સ્તરમાં વધારો થશે. ઉત્તર ભારતની નદીઓમાં પણ પુરની સ્થિતિ રહેશે. ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદ થવાની સંભાવના રહેશે. સાથે નર્મદાના વિસ્તારોમાં વરસાદ થતાં નર્મદામાં હળવો પુર આવવાની શક્યતા રહેશે. તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થશે. નાની નાની નદીઓમાં પુર આવશે.
આ પણ વાંચો: 2024 ચૂંટણીની તૈયારી: બીજેપીએ ચાર મહત્વપૂર્ણ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા; રાજકીય દંગલ શરૂ
ગુજરાતમાં પણ રાજસ્થાન જેવું ચોમાસું રહેશે:
આ નિયમિત ચોમાસું નથી. કેમ કે, બિપોરજોય વાવાઝોડાને લીધે વિવિધ ભાગોમાં હળવા દબાણ ઊભા થયા અને રાજસ્થાનમાં જે હળવું હવાનું દબાણ રહેતું હોય છે તેવું ગુજરાતમાં રહેવા માંડ્યું છે.
ઓગસ્ટ મહિનામાં પણ રહેશે વરસાદ:
આ ઉપરાંત 25 જૂલાઇથી 8મી ઓગસ્ટ વચ્ચે પણ વરસાદ થવાની શક્યતાઓ એટલી જ રહેશે. સાથે જ તેમણે કહ્યું કે, ઓગસ્ટમાં પણ વરસાદ લંબાઈ શકે છે.