ટ્રેન્ડિંગધર્મનેશનલવિશેષશ્રી રામ મંદિર

હે ભારત કે રામ, બિરાજો અપને ધામ… પ્રાણ પ્રતિષ્ઠા પહેલા PM મોદીએ શેર કર્યું જોશ ભરેલું ગીત!

  • પીએમ મોદી સંપૂર્ણપણે રામના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. રવિવારે તેમણે ટ્વિટર પર ભગવાન રામના ત્રણ ગીતો શેર કર્યા છે. આ અગાઉ પણ તેઓ અનેક રામભજન શેર કરી ચૂક્યાં છે. 

અયોધ્યા, 21 જાન્યુઆરીઃ અયોધ્યાનું રામ મંદિર રામલલ્લાના સ્વાગત માટે તૈયાર છે. સોમવારે (22 જાન્યુઆરી) વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ બાદ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા પીએમ નરેન્દ્ર મોદી સંપૂર્ણપણે રામના રંગમાં રંગાયેલા જોવા મળે છે. રવિવારે (21 જાન્યુઆરી)એ PM મોદીએ ટ્વિટર પર ભગવાન રામના ત્રણ ગીતો શેર કર્યા છે.

પીએમ મોદીએ પ્રખ્યાત ગાયિકા અનુરાધા પોડવાલ દ્વારા ગાયેલું ભજન શેર કર્યું છે. અનુરાધા પોડવાલનું આ ગીત અયોધ્યાના રામ મંદિર અને ભગવાન રામના આગમન સાથે જોડાયેલું છે. આ ભજનને શેર કરતી વખતે, PM એ લખ્યું છે કે રામલલ્લલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જે પ્રકારની લાગણીઓ ઊમટી થઈ છે તે ખરેખર અભિભૂત કરનારી છે.

શંકર મહાદેવન, શાન અને કૈલાશ ખેરે ગાયું છે ગીત

PM મોદીએ રવિવારે જ બીજું ગીત શેર કર્યું છે. શંકર મહદેવન, શાન, કૈલાશ ખેર, આકૃતિ કક્કર અને શૈલેષના આ ગીતને શેર કરતા પીએમ મોદીએ લખ્યું છે, રામ લલ્લાના આગમનને લઈને દરેક જગ્યાએ ભક્તોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અવસર સાથે જોડાયેલું આ ગીત આજ ભાવનાને અભિવ્યક્ત કરે છે.

તમિલ ગાયિકા ભાર્ગવી વેંકટરામના ગીતની પણ પ્રશંસા કરાઈ

પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે જ ત્રીજું રામ ભજન પણ શેર કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ગીત શેર કરતી વખતે, મોદીએ લખ્યું, ભાર્ગવી વેંકટરામ જી દ્વારા ભગવાન શ્રી રામ પર એક હૃદયસ્પર્શી તમિલ ગીતની અહીં મધુર પ્રસ્તુતિ થઈ છે.

હે ભારત કે રામ, બિરાજો અપને ધામ... પ્રાણ પ્રતિષ્ઠા પહેલા PM મોદીએ શેર કર્યું જોશ ભરેલું ગીત! hum dekhenge news

અગાઉ પણ ઘણા ભજનો શેર કર્યા છે

આ અગાઉ શનિવારે (20 જાન્યુઆરી) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર કેટલાક રામ ભજન શેર કર્યા હતા. તેમાં, તેમણે મૈથિલી ઠાકુરે ગાયેલા શબરી થીમ પર આધારિત ગીતની સૌથી વધુ પ્રશંસા કરી હતી. આ સિવાય પીએમએ ત્રિનિદાદ એન્ડ ટોબેગો, મોરેશિયસ અને સુરીનામ જેવા દેશોમાં રામ મંદિરને લઈને રિલીઝ થયેલા રામ ભજન પણ શેર કર્યા છે.

આ પણ વાંચોઃ રામ આયેંગે તો અંગના સજાઉંગી…દુલ્હનની જેમ સજાવાયું રામ મંદિર, જુઓ Photos

Back to top button