હે એલિયન પ્રભુ: તમિલનાડુમાં જમીનથી 11 ફૂટ નીચે બનાવ્યું એલિયન્સનું મંદિર
તમિલનાડુ, 7 ઓગસ્ટ, તમે એલિયન્સને જોવાના ઘણા પ્રકારના દાવાઓ વિશે સાંભળ્યું જ હશે. કેટલીકવાર દાવા એટલા આશ્ચર્યજનક હોય છે કે તમે તેના પર વિશ્વાસ કરવા માટે મજબૂર થઈ જાઓ છો. લોકો ઘણીવાર સોશિયલ મીડિયા પર એલિયન્સ સાથેના તેમના અનુભવો શેર કરતા જોવા મળે છે. પરંતુ હાલમાં જ એક વ્યક્તિએ કંઈક એવું કર્યું જે ચર્ચાનો વિષય બની ગયો છે. તમિલનાડુમાં એક એલિયન મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર લોગાનાથન નામના વ્યક્તિએ બનાવ્યું છે. તે દાવો કરે છે કે તે એલિયન્સ સાથે વાત કરે છે. તે મંદિરમાં એલિયન દેવતાની પૂજા કરે છે.
તમિલનાડુના સાલેમ જિલ્લામાંથી એક રસપ્રદ સમાચાર મળ્યા છે. એક વ્યક્તિએ તમિલનાડુના સાલેમમાં એક એલિયન ભગવાનનું મંદિર બનાવ્યું છે. આ અંગે લોગાનાથન કહે છે કે તેણે પહેલા એલિયન્સ સાથે વાત કરી હતી. પછી મંદિર બનાવવા માટે એલિયન્સ પાસેથી પરવાનગી લીધી. ત્યાર બાદ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે દાવો કરે છે કે તેણે જેનું મંદિર બનાવ્યું છે તે ભક્તોને કુદરતી આફતોથી બચાવવાની શક્તિ ધરાવે છે. હવે ગામના અન્ય લોકો દ્વારા પણ આ મંદિરમાં પૂજા કરવામાં આવી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દુનિયામાં એલિયન્સ માટે બનેલું પહેલું મંદિર છે.
લોગનાથન દ્વારા બનાવવામાં આવેલું આ મંદિર સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની ગયું છે. લગભગ ત્રણ એકર જમીનમાં બનેલા આ મંદિરમાં શિવ, પાર્વતી, મુરુગન, કાલી અને એલિયન જેવાં દેવી-દેવતાઓની મૂર્તિઓ જમીનથી 11 ફૂટ નીચે ભોંયરામાં સ્થાપિત કરવામાં આવી છે. લોગનાથનનો દાવો છે કે મંદિર બનાવતા પહેલા તેણે એક એલિયન સાથે વાત કરી અને આ મંદિરનું નિર્માણ કરાવ્યું. મૂર્તિના ગળામાં લાંબી માળા મૂકવામાં આવી છે. જે ગરદનથી પગ સુધી વિસ્તરે છે. આ મંદિરની બહાર મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ છે અને પૂજાની તૈયારી કરી રહી છે.
લોગનાથનની માન્યતા મુજબ એલિયન્સ ફિલ્મોમાં બતાવાતા એલિયન્સ જેવા નથી હોતા, તેમને શિંગડાં હોતાં નથી. લોગાનાથને એલિયન્સની પૂજા કેવી રીતે કરવી તે અંગે અલગ-અલગ માર્ગદર્શિકા આપી છે. લોગાનાથને એવો પણ દાવો કર્યો હતો કે જો કોઈ વ્યક્તિ તેના શરીર પર કેળાનું પાન લપેટી લે તો તે એલિયન્સમાંથી નીકળતા રેડિયેશનથી પોતાને બચાવી શકે છે. લોગનાથન દ્વારા બનાવવામાં આવી રહેલા મંદિરનું નિર્માણ કાર્ય હજુ ચાલી રહ્યું છે, પરંતુ જેમ જેમ એલિયન મૂર્તિઓની માહિતી ફેલાઈ રહી છે તેમ તેમ દરરોજ મોટી સંખ્યામાં લોકો મંદિરના દર્શન કરવા આવી રહ્યા છે.
આ પણ વાંચો..પ્રેમનું ઉદાહરણ: પતિએ પત્નીની યાદમાં બનાવ્યું મંદિર, પુણ્યતિથિ પર મૂર્તિ સામે કર્યું નમન