ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ધાનેરાના થાવર પાસેથી રીક્ષામાંથી રૂપિયા 12.84 લાખનું હેરોઈન મળી આવ્યું

Text To Speech
  • પોલીસે 15.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

બનાસકાંઠા 17 ઓગસ્ટ 2024 : સમગ્ર રાજ્યમાં માદક પદાર્થના પેકેટો મળી રહ્યા છે, પોલીસ દ્વારા આવા સમયે ઝડપી કાર્યવાહી કરી રહી છે, ત્યારે હવે સરહદી રાજસ્થાન રાજ્યને અડીને આવેલા ધાનેરા તાલુકાના થાવર ત્રણ રસ્તા પાસે થી એક રિક્ષામાંથી રૂપિયા 12.84 લાખનું હેરોઈન મળી આવ્યું છે. જેમાં સંડોવાયેલા બે શખ્સોને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ-ભુજ પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયા, જીલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા એ માદક પદાર્થની હેરાફેરી પર અંકુશ લાવવા માટે અને આવા તત્વોને ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના પગલે બનાસકાંઠા એસ.ઓ.જી પી આઈ. એમ. જે. ચૌધરી, પો. સ. ઈ. પી. એન. જાડેજા સ્ટાફ સાથે ધાનેરાના ત્રણ રસ્તા નજીક પેટ્રોલિગ માં હતા. દરમિયાન રાણીવાડા તરફથી આવતી બજાજ રીક્ષા નંબર જી. જે.08- એ . એક્સ. 0991 માં તપાસ કરી હતી. દરમિયાન રીક્ષા માંથી રૂપિયા 12 લાખ 84 હજાર 450 ની કિંમત નું કુલ 256.890 ગ્રામ હેરોઈન નો જથ્થો મળી આવ્યો હતો.

તેના પગલે પોલીસે ધાનેરા પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો. જ્યારે આમ આ માદક પદાર્થ હેરોઈનની હેરાફેરીમાં સંડોવાયેલા ડીસાના પરેશ ભરત ભાઇ ઠાકોર, મનોજગર ગોસ્વામી, પ્રવીણ ભાઈ નાગજીભાઈ ઠાકોર, અનિકેત અમૃતજી ઠાકોર, ભરત અરજણજી રાઠોડ તેમજ રાજસ્થાન તે ટેટોપ ગામે માદક પદાર્થ આપના આરોપી તેજાભાઇ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતની અમીરગઢ અને થાવર ચેક પોસ્ટ માદક પદાર્થ માટે ” ગેટવે ઓફ ગુજરાત ” બની રહી છે, ત્યારે પોલીસે હજુ પણ સખત કાર્યવાહી જરૂર છે.

આ પણ વાંચો :  બનાસ ડેરીએ જાહેર કર્યો 18.52% ભાવફેર, 4 લાખથી વધુ પશુપાલકોને લાભ મળશે

Back to top button