ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં મોટી સફળતા, વેરાવળમાંથી ઝડપાયું 350 કરોડનું હેરોઈન
- ફિશિંગ બોટના 9 ખલાસીઓનું ઈન્ટરોગેશન કરવામાં આવી રહ્યું છે
- 50 કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી છે
- FSLની તપાસમાં હેરોઈન હોવાનો ખુલાસો થયો
ગુજરાતના વેરાવળમાંથી 350 કરોડનું હેરોઈન ઝડપાયું છે. જેમાં પહેલી વખત વેરાવળના દરિયા કિનારેથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ત્યારે FSLની તપાસમાં હેરોઈન હોવાનો ખુલાસો થયો છે. તેમજ ફિશિંગ બોટના 9 ખલાસીઓનું ઈન્ટરોગેશન કરવામાં આવી રહ્યું છે.
गुजरात पुलिस को ड्रग्स के खिलाफ अभियान में मिली एक और बड़ी सफलता – ₹350 करोड़ का ड्रग्स जब्त।
🔸गुजरात पुलिस ने वेरावल बंदरगाह के नलिया गोली किनारे पर रेड डालते हुए ₹350 करोड़ के हेरोइन ड्रग्स के 50 किलो सीलबंद पैकेट जब्त किए और कार्रवाई की।
🔸ऑपरेशन को SOG एवं NDPS की टीम…
— Harsh Sanghavi (@sanghaviharsh) February 23, 2024
ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક મોટી સફળતા
ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે. જેમાં રૂ.350 કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.350 કરોડના 50 કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં SOG અને NDPS ની ટીમ દ્વારા ઓપરેશન સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક પાર પડાયું છે. આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં AMCના પ્રોપર્ટી પર ટેક્સમાં સેટિંગ કરતા દુકાનદાર ભરાયો
FSLની તપાસમાં હેરોઈન હોવાનો ખુલાસો થયો
FSLની તપાસમાં હેરોઈન હોવાનો ખુલાસો થયો છે. તેમજ ફિશિંગ બોટના 9 ખલાસીઓનું ઈન્ટરોગેશન કરવામાં આવી રહ્યું છે. તેમાં રાજકોટથી ડિલિવરી લેવા વેરાવળ આવ્યા હતા. તેથી SOG અને LCB દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. નશીલા પદાર્થની ડિલિવરી લેવા રાજકોટથી અમુક ઈસમો વેરાવળ બંદરમાં આવ્યા હોવાની માહિતી સુરક્ષા એજન્સીને મળતા તે દિશામાં પણ તપાસ થઇ રહી છે.