અમદાવાદ : ફેકલ્ટી ઓફ કોમર્સ SMPIC GLS University ના વિદ્યાર્થીઓએ માણી હેરિટેજ વોક
વિશ્વના પ્રથમ હેરિટેજ સિટીમાં દર રવિવારે અમદાવાદના સાંસ્કૃતિક વારસાની જાગૃતતા ફેલાવા માટે કોર્પોરેશન દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવે છે. ઘણી વખત આ હેરિટેજ વોકમાં શાળાઓ અને કોલેજો સંલગ્ન રીતે જોડાય છે. આ વોક અંતર્ગત રવિવારે ફેકલ્ટી ઓફ કોમર્સ SMPIC GLS University દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ માટે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. SMPIC એ ભણતરની સાથે ઇતર પ્રવૃત્તિઓ પણ કરાવતી હોય છે. આ જ હેતુસર હેરિટેજ વોકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :
મંદિર થી મસ્જીદ સુધીની યાત્રા એટલે હેરિટેજ વોક
અમદાવાદ શહેર દેશનું પહેલું હેરિટેજ સિટી છે, અને આ હેરિટેજ વારસાને માણવા માટે યોજાતી હેરિટેજ વોક કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરીને માણેકચોક જામા મસ્જીદ સુધીની હોય છે. આ વોક લગભગ બે કિલોમીટર જેટલી લાંબી હોય છે. જેમાં વિધાર્થીઓએ શહેરની અલગ અલગ ઐતિહાસિક જગ્યાઓ વિશે માહિતી આપવામાં આવે છે.
આ હેરિટેજ વોકને મંદિર થી મસ્જીદ સુધી નામ આપવામાં આવ્યું હતું. આ હેરિટેજ વોકમાં SMPICના વિધાર્થીઓએ કવિ દલપતરામ ચોક,કેલિકો ડોમ,શાંતિનાથની પોલ,કલા રામજી મંદિર,જૈન દેરાસર, ગાંધી બ્રિજ, જૂનું શેરબજાર,રાણીનો હજીરો, બાદશાહનો હજીરો વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ શ્રી દલપતરામના ઘરને ચોકમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. કાલા રામજી મંદિરમાં રામજીની પ્રતિમા સ્વયંભૂ પ્રગટી છે અને હનુમાનજીની પ્રતિમા નથી. આ ઉપરાંત આ વોકમાં જૈન વિચારધારાથી પ્રેરિત ચબુતરો અને પોપટ ગોખથી વિદ્યાર્થીઓ માહિતગાર થયા હતા.
વિદ્યાર્થીઓને પોળના ઘરોના વિશે મેળવી માહિતી
હેરિટેજ વોકનું મુખ્ય આકર્ષણ હિન્દુ, જૈન અને ઇસ્લામિક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ થકી બનેલા પોળના ઘરોના વિદ્યાર્થીઓ સાક્ષી બન્યા હતા. પોળમાં રહેલી અલગ અલગ સંસ્કૃતિની બાંધકામ પ્રણાલીની બેનમૂન કલાકૃતિ વિશે વિદ્યાર્થીઓએ માહિતી મેળવી હતી. પોળના મકાનોના દરવાજા સ્ક્રુ અને મિજાગરા વગર બનેલા હોવા છતાં સુરક્ષાના આજના આધુનિક બાંધકામ કરતા વધુ મજબૂત છે. એક પોળમાંથી બીજી પોળમાં જવા માટેના ગુપ્ત રસ્તા વિદ્યાર્થીઓ પ્રાચીન સમયની સુરક્ષા વ્યવસ્થાથી માહિતગાર થયા હતા.
વિદ્યાર્થીઓને પોતાના શહેરના અલગ અલગ ઐતિહાસિક સ્થળોનું મહત્વ સમજાયું હતું. હેરિટેજ વોક દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાના ઐતિહાસિક વારસા વિશે જાગૃતિ આવી હતી અંતે બાળકોએ ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ ખાતે ફાફડા જલેબીની લહેજત માણી હતી. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રોફેસર ડૉ. સ્નેહા માસ્તર અને ડૉ. ભાવિન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.