6 થી વધુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર વિધર્મી ઝડપાયો, એઇડ્સનો ચેપ લગાડવાનો હતો પ્લાન
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/Untitled-design-2025-02-07T173316.546.jpg)
અમદાવાદ, 7 ફેબ્રુઆરી: 2025: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના માનવ તસ્કરી વિરોધી એકમે એક એઇડ્સ સંક્રમિત યુવકની ધરપકડ કરી છે. આરોપી યુવક એઇડ્સથી પીડિત હોવાની જાણ હોવા છતાં, 10 મહિના પહેલા એક સગીરને પ્રેમ જાળમાં ફસાવીને ભાગી ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, 10 વર્ષથી એઇડ્સથી સંક્રમિત હોવા છતાં, આરોપીએ છેલ્લા 12 વર્ષમાં અલગ અલગ સમયે 6 થી વધુ છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને તેમનું શોષણ કર્યું છે.
અપહરણ બળાત્કારના કેસમાં પકડાયેલા વિધર્મી યુવકની કરતૂત સામે આવી છે. મહિલાઓ સાથે પ્રેમના બહાને સંબંધ રાખી એઈડ્સ સંક્રમિત કરવાનું પ્લાનીંગ હતું. વિધર્મી યુવક એઈડ્સ સંક્રમિત હોવા છતાં સગીરા સાથે સંબંધ રાખ્યો હતો. માર્ચ 2024માં 16 વર્ષની સગીરાનું અપહરણ કરી ફરાર વિધર્મી થયો હતો. વર્ષ 2019થી એઈડ્સ સંક્રમિત હોવાનું જાણવા છતાં શારિરીક સંબંધ રાખ્યા હતા. તેને માત્ર એક સગીરા નહીં પરંતુ 3 યુવતીઓ અને સગીરા સાથે સંબંધ રાખ્યા હતા. વિધર્મી યુવકની પૂછપરછ દરમિયાન તેની આ હકીકત સામે આવી હતી.
જાણો સમગ્ર મામલો?
પોલીસે જણાવ્યું હતું કે 22 માર્ચ, 2024 ના રોજ, અમદાવાદના અસારવામાં તેના પરિવાર સાથે એક સામાજિક કાર્યક્રમમાં આવેલી સગીરા રાત્રે 8 વાગ્યે અચાનક ગાયબ થઈ ગઈ હતી. પિતાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી. ત્રણ મહિના સુધી કોઈ સુરાગ ન મળ્યા બાદ, કેસ એફ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો. દરમિયાન, સગીરના પિતાએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કર્યો હતો. પોલીસને આખરે મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લાના કોટમામાંથી સગીર મળી આવી. સગીરા સાથે ભાગી ગયેલા યુવકની પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના માનવ તસ્કરી વિરોધી એકમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 માસથી ગુમ સગીરાને શોધી 6થી વધુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવનાર એચઆઈવી ગ્રસ્ત યુવક આરોપીને ઝડપી પાડયો છે. પોલીસે અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો..ધોરણ 10-12ના વિદ્યાર્થીઓએ આ નિયમોનું કરવું પડશે પાલન