કેમ ચિત્તાઓ માટે મધ્યપ્રદેશનું કુનો નેશનલ પાર્ક જ કરાયું પસંદ ?
PM નરેન્દ્ર મોદીએ નામિબિયાથી લાવેલા ચિત્તાને મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રિલીઝ કર્યા. હવે 748 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા કુનો પાલપુર નેશનલ પાર્ક 8 આફ્રિકી ચિત્તાઓનુ નવુ ઘર બની ગયું છે.
આ વિસ્તાર છત્તીસગઢના કોરિયાના સાલ જંગલો સાથે મળતો આવે છે. કોરિયામાં લગભગ 70 વર્ષ પહેલા મૂળ એશિયાઈ ચિત્તાને છેલ્લીવાર જોવામાં આવ્યા હતા.
આ જંગલી જાનવરોને લાવ્યા પહેલા ભારતના અમુક વિસ્તારો પર વિચાર કરવામાં આવ્યા કે આમને ક્યાં રાખવામાં આવે? એક્સપર્ટ્સ અનુસાર ઊંચાઈ ધરાવતા સ્થળો, તટીય અને પૂર્વોત્તર વિસ્તારને છોડીને, ભારતનો મેદાની વિસ્તાર ચિત્તાને રહેવા માટે યોગ્ય માનવામાં આવે છે.
Finally Cheetahs is back to touch the Indian soil after more than 70 years. Hon’ble PM will be releasing them in Kuno National Park today. #IndiaWelcomesCheetah pic.twitter.com/H7z4Yh48Nt
— Ramesh Pandey (@rameshpandeyifs) September 17, 2022
2010 અને 2012ની વચ્ચે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં 10 સાઈટ્સનુ સર્વેક્ષણ કરવામાં આવ્યુ. બાદમાં જાણવા મળ્યું કે મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં બનેલુ કૂનો રાષ્ટ્રીય ઉદ્યાન જ ચિત્તા માટે સૌથી યોગ્ય અને સુરક્ષિત સ્થળ છે.
- આ વાઇલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા તરફથી આબોહવા પરિવર્તનશીલ, શિકારની ઘનતા, હરીફ શિકારીઓની વસતી અને ઐતિહાસિક શ્રેણીના આધારે કરવામાં આવેલા મૂલ્યાંકનના આધારે તેને ચિત્તાઓ માટે શ્રેષ્ઠ સ્થાન માનવામાં આવ્યું.
- ચિત્તા પૃથ્વી પર સૌથી ઝડપી દોડતા પ્રાણી છે. કુનો નેશનલ પાર્કમાં કોઈ માનવ વસાહત કે ગામ કે ખેતી નથી. ચિત્તા માટે શિકાર કરવા લાયક ઘણુ બધુ છે. એટલે કે ચિત્તા જમીન પર હોય કે પહાડ પર, ઘાસમાં હોય કે ઝાડ પર, તેના માટે ખોરાકની કોઈ અછત નહીં રહે.
- કુનો નેશનલ પાર્કમાં મોટાભાગે ચિત્તલ જોવા મળે છે, જેમનો શિકાર કરવાનું ચિત્તાઓને ગમશે. ચિતલ (હરણની પ્રજાતિ)ને ચિત્તા, વાઘ અને સિંહો માટે શ્રેષ્ઠ ભોજન માનવામાં આવે છે.
- એક્સપર્ટસ અનુસાર કુનો નેશનલ પાર્કમાં 21 ચિત્તાઓની રહેવાની જગ્યા છે. 3,200 વર્ગ કિલોમીટરમાં યોગ્ય મેનેજમેન્ટ કરવામાં આવે તો અહીં 36 ચિત્તા રહી શકે છે અને સંપૂર્ણ આનંદ સાથે શિકાર કરી શકે છે.
- કૂનો પાર્કમાં ચિત્તાની સાથે-સાથે વાઘ, સિંહને રહેવા માટે પણ સૌથી શ્રેષ્ઠ જગ્યા છે.