સ્પોર્ટસ

એશિયા કપમાં ભારત પાકિસ્તાનની મેચ પહેલાં અફ્રિદીએ કોહલીના ફોર્મ અંગે આ શું કહ્યું…

Text To Speech

એશિયા કપની શરૂઆત 27 ઓગસ્ટથી થવા જઈ રહી છે ત્યારે દરેક ટીમ પોતાનો બેસ્ટ પરફોમન્સ આપવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. આ દરમિયાન સમગ્ર ક્રિકેટ પ્રેમીઓની નજર જે મેચ પર છે તે ઈન્ડિયા પાકિસ્તાનની મેચ 28 ઓગસ્ટના રમાવવા જઈ રહી છે. આ પહેલાં બંને ટીમના બહારના ખેલાડીઓ દ્વારા શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. આ માટે વિરાટ કોહલી સૌ કોઈના ટાર્ગેટ પર છે.

આ પણ વાંચો :  એશિયા કપ : ભારત અને પાકિસ્તાનના મેચની ટિકિટ માટે ચેતવણી જાહેર કરવામાં આવી, શું છે ઈશ્યુ ?

વિરાટ કોહલી પોતાના ફોર્મના કારણે ચર્ચામાં છે ત્યારે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ અફ્રિદીએ કોહલીના ભવિષ્ય અંગે પ્રતિક્રિયા આપી છે. પોતાના ફેન્સની સાથે સોશિયલ મીડિયા પર વાત કરતાં અફ્રિદીએ સવાલનો જવાબ આપી રહ્યા હતા. જેમાં એક ફેન્સે તેને પૂછ્યું કે, કોહલીના ફ્યુચર અંગે તમે શું માનો છો ?, જેના જવાબમાં અફ્રિદીએ જણાવ્યું કે, આ તેમના જ હાથમાં છે. (It’s in his own hands)’જેના સાથે જ ભારત પાકિસ્તાનની મેચ વચ્ચે વિરાટ કોહલીના ફોર્મ અંગે સવાલો ફરી એકવાર સક્રિય થયા છે.

ખાસ વાત એ છેકે કોહલી છેલ્લા ઘણાં સમયથી પોતાના ફોર્મના કારણે સવાલોમાં છે. અગાઉ જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ 2021માં ટી-20 વર્લ્ડ કપમાં રમાઈ હતી ત્યારે ભારતે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જે મેચમાં કોહલીએ હાફ સેન્ચુરી (50 રન) બનાવી હતી. જેથી ભારતીય ફેન્સ તેને જૂના ફોર્મમાં જોવા આતુર છે ત્યારે પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓ દ્વારા વાકયુદ્ધથી કોહલી પર પ્રેશર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

આ પણ વાંચો : એશિયા કપમાંથી પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી આઉટ, પૂર્વ કેપ્ટને આપી આ ચોંકાવનારી પ્રતિક્રિયા

Back to top button