લાઈફસ્ટાઈલ
લેપટોપ પર કામ કરતી વખતે હાથનું આ રીતે રાખો ધ્યાન
આજના સમયમાં લેપટોપનો વપરાશ સતત વધી રહ્યો છે. માત્ર નોકરી કે ધંધામાં નહિ હવે તો વિદ્યાર્થીઓના અભ્યાસમાં અને હવે તો ગૃહિણીઓ પણ લેપ્ટોપના ઉપયોગ થકી અનેક કામો પાર પાડે છે.
લેપટોપ પર સતત કામ કરવાનું થાય ત્યારે કેટલીક વાર આંગળી, કાંડું, અંગુઠા વગેરેનો દુખાવો થતો હોય છે. આ દુખાવો હળવાશમાં ન લઈ શકાય, કેમ કે આગળ જતાં તેનાથી ગંભીર સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
આંગળી-કાંડાને રાહત મળે એટલે કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવા
- કાંડા નીચે હંમેશા ટેકો હોવો જોઈએ
- હાથને રાહત મળે એ માટે જેલ પેડ ન વાપરવું
- પીઠ સીધી રાખવી
- દર થોડા સમયે પોતાની જગ્યા પરથી ઉભા થઈને બ્રેક લેવો
- લેપટોપ સ્ક્રીન આંખોની નજીક નહીં પણ દૂર રાખવી જોઈએ. ઓછામાં ઓછું 20 ઈંચનું અંતર રાખવું જોઈએ.
- કિ-બોર્ડ કરતા ખુરશી વધારે ઊંચી કે બહુ નીચી ન હોવી જોઈએ.
આ પણ વાંચો: અનેક બીમારીઓથી છુટકારો આપે છે લીલી મેથીના પાન, અહીં જાણો તેના ફાયદા અંગે
આવા કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવામાં આવે તો હાથ પર થનારા ત્રાસમાંથી બચી શકાય છે.