સોશિયલ મીડિયાના આ સમયમાં તમારા સંબંધોને આ રીતે રાખો સુરક્ષિત
- ઘર હોય કે ઓફિસ લોકો સ્ક્રીન પર જ વધુ સમય પસાર કરે છે
- વ્યક્તિ આજે રિયલ લાઇફથી દુર ચાલી ગઇ છે
- સોશિયલ મીડિયાને લઇને કપલ્સ વચ્ચે ઝઘડા થતા રહે છે
બદલાતા સમયમાં માત્ર ટેકનોલોજીનું ડિઝિટલાઇઝેશન થયુ નથી, પરંતુ સંબંધોમાં પણ અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. આજના સમયમાં મોટાભાગના સંબંધો તૂટવાની અણી પર આવી ગયા છે. આજના સમયમાં સંબંધો તૂટવાનુ મુખ્ય કારણ એકબીજાને સમય ન આપી શકવો તે પણ છે. આ કારણે સંબંધો અનેક સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યા છે.
લોકો ભલે ઘરે હોય કે ઓફિસ, હંમેશા પોતાનો મોટાભાગનો સમય સ્ક્રીન પર પસાર કરે છે. લોકોને પોતાની સામે કોઇ વ્યક્તિ બેઠી છે તેવુ લાગતુ જ નથી. એટલુ જ નહીં, લોકો બેડરૂમમાં પણ ફોન પર લાગેલા રહે છે. જ્યાં સુધી ઊંઘ ન આવી જાય ત્યાં સુધી ફોન પર સમય વીતાવે છે. ફોન પર સમય વીતાવતા વીતાવતા વ્યક્તિ ક્યારે પોતાની રિયલ લાઇફથી કોસો દુર ચાલી ગઇ તે સમજી શકાતુ જ નથી. આ કારણે આજે નાની નાની વાતોમાં સંબંધો તૂટવા લાગ્યા છે. આપણે દુર રહેલી વ્યક્તિઓના સંપર્કમાં રહીએ છીએ, પરંતુ નજીક રહેલી વ્યક્તિઓ સાથે વાતચીતના સંપર્ક પણ ગુમાવી દઇએ છીએ
એટલુ જ નહી, કેટલાક લોકો પોતાના પાર્ટનર સાથે ફોનના પાસવર્ડ અને સોશિયલ મીડિયાની કેટલીક બાબતો માટે હંમેશા લડતા ઝઘડતા રહે છે. સીધા શબ્દોમાં કહીએ તો સોશિયલ મીડિયાની સ્ક્રીન આજે લોકોની વચ્ચે દિવાલ ઉભી કરી દે છે. તેથી તમે જો તમારા સંબંધો બચાવવા ઇચ્છતા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો.
તમારા પાર્ટનરની પ્રાઇવસીને રિસ્પેક્ટ આપો
આજના લોકોની દુનિયા ઇન્ટરનેટ પર જ હોય છે. આ સમયે કોઇ બીજાની દખલઅંદાજી સહન કરતુ નથી. કોઇ પણ વ્યક્તિમાં તેનો ખુદનો પાર્ટનર પણ સામેલ છે. તમારે પણ તમારા પાર્ટનરની ડિઝિટલ લાઇફની રિસ્પેક્ટ કરવી જોઇએ. તમારી વચ્ચેની મ્યુચ્યુઅલ અંજરસ્ટેન્ડિંગ જાળવી રાખો. તમારા પાર્ટનરને સોશિયલ મીડિયાનો તમારો પાસવર્ડ ન આપો અને ન તો તેનો માંગો. આજના સમયમાં ડિઝિટલ બાઉન્ડ્રી જરૂરી છે, કેમકે દરેક વ્યક્તિની પસંદ-નાપસંદ અલગ અલગ હોય છે.
ઓપન કોમ્યુનિકેશન
કોઇ પણ સિચ્યુએશનનો નિર્ણય લેતા પહેલા તમારા પાર્ટનર સાથે આરામથી વાત કરો, કેમકે ઘણી વખત સંબંધો તુટવાનું મુખ્ય કારણ એકબીજા વચ્ચે વાતચીતનો અભાવ હોય છે. તમને તમારા સંબંધોમાં કંઇક થોડુ અજીબ લાગતુ હોય અથવા લાગતુ હોય કે તમારા સંબંધો પહેલા જેવા નથી રહ્યા તો તમારા સંબંધોમાં કોમ્યુનિકેશન વધારો. તેના અભાવના લીધે સમસ્યાઓ સર્જાતી હોય છે. ક્યાંક ને ક્યાંક ડિઝિટલ એક્ટિવિટીઝના કારણે આમ બને છે.
બેડરૂમમાં ફોનને સાઇલેન્ટ રાખો
આખો દિવસ તમે બંને ભલે બીઝી રહેતા હો, પરંતુ રાતે જ્યારે તમે તમારા પાર્ટનર સાથે હોય ત્યારે તમારા ફોનને તમારાથી ખૂબ દુર રાખો, જેથી એકબીજા સાથે સારી રીતે ટાઇમ સ્પેન્ડ કરી શકો. જો જરૂરી ન હોય તો ફોન સાઇલેન્ટ રાખો. પહેલા એવુ કહેવાતુ હતુ કે બેડરૂમમાં ટીવી ન હોવા જોઇએ, તેનું કારણ આ જ હતુ. હવે બેડરૂમમાં ફોન નહીં. તેવા દિવસો આવે તો પણ નવાઇ નહીં રહે.
આ પણ વાંચોઃ નેતાઓએ ટ્વીટર પર DPમાં લગાવ્યો તિરંગો, DP બદલતા જ એકાઉન્ટમાંથી ભૂરી ફુંદેળી ગાયબ, જાણો કારણ