હાર્ટ એટેકના વધતા બનાવો વચ્ચે આ રીતે તમારા હાર્ટને રાખો હેલ્ધી
જે રીતે હ્રદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. તેને જોતા આજે કોઈ પણ ઉંમરના વ્યક્તિને પોતાના હ્રદયની ચિંતા થાય તે સ્વાભાવિક છે. ત્યારે આવા સમયે હ્રદયની સંભાળ કેવી રીતે રાખવી તે બાબતે જાણકારી જરૂરી છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ હૃદય સહિતના મહત્વના અંગોની સંભાળ વધુ રાખવી પડે છે. કારણ કે ઉંમર વધવાની સાથે આ બધા અંગ પણ નબળા પડવા લાગે
ખાસ કરીને જો હાર્ટ સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો નાની ઉંમરમાં હૃદય સંબંધિત ગંભીર સમસ્યા થઈ શકે છે. આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેવામાં જો તમારે હાર્ટ અને હેલ્ધી રાખવું હોય તો તમે કેટલાક સુપરફૂડનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને ચાર વસ્તુઓ એવી છે જેને ખાવાથી આપણા શરીરને ખાસ કરીને હૃદયને ખૂબ જ ફાયદો થાય છે. આ ચાર વસ્તુઓનું સેવન કરવામાં આવે તો 40 ની ઉંમર પછી હાર્ટ ડીસીઝ થતા નથી.
આખા અનાજ આપણા શરીર અને ખાસ કરીને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થો હૃદય રોગનું જોખમ વધારે છે. તેના બદલે આખું અનાજ ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. જેમાં ખાસ કરીને રાગી, બાજરી, જુવાર સહિતના પૂર્ણ અનાજનો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે ચોકલેટ તો તમે પણ ખાધી જ હશે પરંતુ હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ. ડાર્ક ચોકલેટ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તે આપણા શરીરમાં રહેલા ઝેરી પદાર્થોથી હૃદયને સુરક્ષિત રાખે છે. ડાર્ક ચોકલેટ માં એવા ખનીજ હોય છે જે હાર્ટ ફંક્શનને સ્વસ્થ રાખે છે.
ઓલિવ ઓઈલ પણ હાર્ટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. અન્ય કુકિંગ ઓઇલ કોરનરી ડીસીઝને વધારવાનું જોખમ વધારે છે જ્યારે ઓલિવ ઓઇલ તેને ઘટાડે છે. જો તમે ભોજનમાં ઓલીવ ઓઇલ નો ઉપયોગ કરો છો તો હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે.