સાસુ-વહુના ઝઘડામાંથી આ રીતે આવો બહારઃ અપનાવો મજાની ટિપ્સ
- મહિલાઓ જો ઇચ્છે તો ઘરને સ્વર્ગ બનાવી શકે છે
- રિલેશન કેવી રીતે મેઇન્ટેન કરવા તે દરેક વ્યક્તિના હાથમાં છે
- સાસુ-વહુ બંનેએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ
મહિલાઓ કોઇ પણ ઘરને સ્વર્ગ બનાવી શકે છે, પરંતુ જો ઘરની મહિલાઓ વચ્ચે મતભેદો થવા લાગે તો ઘરની શાંતિ ભંગ થવામાં વાર લાગતી નથી. તેથી જરૂરી છે કે સાસુ-વહુ વચ્ચે સારુ બોન્ડિંગ હોવુ જોઇએ. કોઇ પણ સાસુ-વહુની વચ્ચેનો સંબંધ એટલો ખાસ હોવો જોઇએ, જેટલો માતા અને દિકરી વચ્ચે હોય છે. જોકે વ્યક્તિના સ્વભાવ પ્રમાણે તે અલગ અલગ હોઇ શકે છે. કેટલાય લોકો એવા હોય છે, જેની સાસુ તેને દરેક વાતમાં ટોકે છે. તો કેટલાક એવા હોય છે જેની સાસુ તેને સારી રીતે સમજી શકે છે. હવે કોઇ વ્યક્તિ કેવી રીતે રિલેશન મેઇન્ટેન કરે છે તે તેની માનસિકતા પર નિર્ભર કરે છે. તમે કેટલીક મહત્ત્વની વાતોને ધ્યાનમાં રાખીને તમારા રિલેશન બચાવી શકો છો. આમ તો સાસુ વહુ બંનેએ પોતાના રિલેશન બચાવવાની કોશિશ કરવી જોઇએ. જાણો કેટલીક મહત્ત્વની ટિપ્સ
પુરી વાત જાણ્યા વગર કંઇ ન કહો
ભલે સાસુ હોય કે વહુ સંપુર્ણ વાત જાણ્યા વગર રિએક્ટ ન કરવુ જોઇએ. જો તમને કોઇ વાતને લઇને યોગ્ય જાણકારી ન હોય તો ક્યારેય પર તેને ટોકો નહીં. આમ કરવાથી બંનેના દિલમાં એક બીજા માટે અંતર આવી જશે. શક્ય છે કે સામે વાળી વ્યક્તિ તમને તમારી સામે કંઇ ન કહે, પરંતુ મનભેદો વધી શકે છે.
દુનિયાની વાતો પર ધ્યાન ન આપો
તમે હંમેશા સાંભળ્યુ હશે કે દુનિયાનું કામ કંઇક ને કંઇક કહેવુ છે. તે વાતોને માનવી કે ન માનવી તે તમારા હાથમાં છે. દરેક ઘર એક જેવુ હોતુ નથી, તેમ દરેક વ્યક્તિના ઘરમાં સંબંધોની પરિભાષા પણ એક જેવી હોતી નથી. આવા સંજોગોમાં તમારે બહારના લોકોની વાતો પર ધ્યાન ન આપવુ જોઇએ. જો બહારના લોકો તમને ભડકાવવાનું કામ કરતા હોય તો લોકોની વાતોની અવગણના કરવી જોઇએ. આ ટિપ્સ ફોલો કરશો તો તમારા ઘરમાં ક્યારેય ઝઘડા નહીં થાય. તમારા સંબંધોમાં નેગેટિવીટી પણ નહીં આવે.
બહારના લોકો સામે કોઇને નીચુ ન દેખાડો
દુનિયા સામે કોઇનું અપમાન કરવુ કોઇ મોટી વાત નથી, કોઇને રિસ્પેક્ટ આપવુ તે મોટી વાત છે. કોઇ વ્યક્તિની ઇજ્જતને જાળવી રાખવી મુશ્કેલ હોય છે. આવા સંજોગોમાં ક્યારે બહારના લોકો સામે ઘરની વાતોને ખુલ્લી ન પાડવી જોઇએ. તેના કારણે તમારા સંબંધો તુટી શકે છે. તમારા ધરના લોકોને પણ નીચુ જોવાનો વારો આવે છે. એ વાતનું ધ્યાન રાખો કે સાસુ મા સમાન હોય છે અને વહુ દિકરી સમાન હોય છે. તમારે બંનેએ એકબીજાનું સન્માન કરવુ જોઇએ.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કાળઝાળ ગરમીને પગલે રોગચાળાએ માથુ ઉંચક્યું