ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાસાયન્સ એન્ડ ટેકનોલોજી

DeepSeekથી Mark Zuckerbergને નથી દેખાતો કોઈ ખતરો? આપ્યું આ નિવેદન

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક :   ચીની સ્ટાર્ટઅપ DeepSeekના એઆઈ મોડેલે ટેક જગતમાં હલચલ મચાવી દીધી છે, પરંતુ મેટા ચીફ માર્ક ઝુકરબર્ગને તેની ચિંતા નથી. તેમણે કહ્યું કે ચીની સ્ટાર્ટઅપના AI મોડેલ્સ હમણાં જ લોન્ચ થયા છે અને તેમની લાંબા ગાળાની અસર હજુ જોવા મળી નથી. આ સાથે, તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે તેમની કંપની AI ક્ષેત્રમાં ભારે રોકાણ કરવાનું ચાલુ રાખશે.

ઝકરબર્ગે ડીપસીક વિશે શું કહ્યું?

 DeepSeekએ અમેરિકન કંપનીઓની તુલનામાં ખૂબ જ સસ્તા AI મોડેલ લોન્ચ કરીને વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. આ પછી, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે હવે ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સ (GPU) ની માંગ ઘટશે. તેની અસર GPU બનાવતી કંપની Nvidia ના શેર પર જોવા મળી. આ અંગે, ઝકરબર્ગને પૂછવામાં આવ્યું કે શું ડીપસીકની પ્રગતિ મેટાના AI રોકાણો પર કોઈ અસર કરશે? જવાબમાં, ઝુકરબર્ગે કહ્યું કે મેટા AI માં રોકાણ કરવાનું ચાલુ રાખશે. આ એક મોટો ફાયદો છે કારણ કે વિશ્વભરમાં મેટાના અબજો યુઝર્સ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

મેટા આ વર્ષે $60 બિલિયનનું રોકાણ કરશે

તેમણે એમ પણ કહ્યું કે ડીપસીકે AI ક્ષેત્રમાં મોટા રોકાણો કરવાનો તેમનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે. આ વર્ષે, મેટા તેના AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર $60 બિલિયનનું રોકાણ કરશે. આ નાણાં મુખ્યત્વે ડેટા સેન્ટરોને અપગ્રેડ કરવા અને નવા સેન્ટરો બનાવવા પાછળ ખર્ચવામાં આવશે. મેટાના સીઈઓએ કહ્યું કે આ રોકાણ તેમની કંપનીને સ્પર્ધામાં આગળ રહેવામાં મદદ કરશે.

ઝકરબર્ગે ડીપસીક વિશે આ કહ્યું

ડીપસીક અંગે Mark Zuckerbergએકહ્યું કે તે AI ક્ષેત્રમાં એક નવો સ્પર્ધક છે, પરંતુ આના કારણે GPU ની માંગ ઘટશે તેવું કહેવું વહેલું ગણાશે. ઝુકરબર્ગ માને છે કે ડેટા પ્રોસેસિંગ જેવા AI કાર્યો માટે GPU ની જરૂર રહેશે.

આ પણ વાંચો : સ્વાતિ માલીવાલે કેજરીવાલના ઘરની બહાર ફેંક્યો કચરો, 3 ટ્રક ભરીને પહોંચી હતી, પોલીસે કરી અટકાયત

Back to top button