ઉલ્ટા ચોર ડાંટે કોટવાલ કો- કહેવતનું પ્રત્યક્ષ ઉદાહરણ આ રહ્યું

- સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા રોડની વચ્ચે ટ્રાફિક હોમગાર્ડ સાથે ઝગડતી જોવા મળી રહી છે
હૈદરાબાદ, 1 માર્ચ: સોશિયલ મીડિયાના આ યુગમાં કોઈ પણ વ્યક્તિ જાહેરમાં કંઈ પણ ગુનો કરે તો એ બહાર આવ્યા વગર રહેતું નથી. કેમ કે આ યુગમાં દરેક વ્યક્તિ પોતાની સાથે સ્માર્ટફોન લઈને ફરે છે, તે ક્યારે કઈ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી લે છે અને તેને સોશિયલ મીડિયામાં ક્યારે અપલોડ કરી લે છે તેની કોઈને પણ જાણ હોતી નથી જાય છે. આજકાલ દરેક નાની-મોટી ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા ટ્રાફિક પોલીસ સાથે લડતી જોવા મળી રહી છે. આવો તમને જણાવીએ કે શું છે સમગ્ર મામલો.
ટ્રાફિક પોલીસ અને મહિલા વચ્ચે બોલાચાલી થઈ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં, એક મહિલા કાર ચાલક રસ્તાની વચ્ચે પોલીસકર્મી અને અન્ય લોકો સાથે દલીલ કરતી જોવા મળે છે. વિડીયો જોતા જણાય છે કે મહિલા પાસે જગુઆર કાર છે અને તે તે કારને રોંગ સાઈડમાં ચલાવી રહી હતી. જે બાદ પોલીસે તેને રોકી હતી. આ દરમિયાન મહિલા પોલીસકર્મી સાથે દલીલ કરી રહી છે અને કહી રહી છે. “અન્ય ઘણા લોકો છે જેઓ રોંગ સાઈડ પર ગાડીઓ ચલાવી રહ્યા છે, હું એકલી જ નથી.”
અહીં જૂઓ વાયરલ વીડિયો:
వచ్చిందే రాంగ్ రూట్.. అడిగితే హోమ్ గార్డ్ బట్టలు చింపిన లేడీ
బంజారాహిల్స్ – ట్రాఫిక్ హోమ్ గార్డ్ పై మహిళ వీరంగం. జాగ్వర్ కార్లో రాంగ్ రూట్లో రావడమే కాకుండా అడ్డుకున్న హోంగార్డుపై బూతులు తిడుతూ అతని బట్టలు చింపి దాడి చేసిన మహిళ. కేసు నమోదు చేసిన పోలీసులు. pic.twitter.com/xYvWnndmo1
— Telugu Scribe (@TeluguScribe) February 25, 2024
મહિલા લાંબા સમય સુધી ઝગડતી રહી
મહિલા આગળ કહે છે કે હું ખોટા રસ્તે આવી છું એ તો મને પણ ખબર છે. ટ્રાફિક હોમ ગાર્ડ તેની ગાડીનો ફોટો લે છે અને તેને જવા દે. આમ કહીને તે ટ્રાફિક પોલીસને અપશબ્દો બોલવાનું શરુ કરી દે છે અને તેની સાથે ગેરવર્તન પણ કરે છે. મહિલા કાર ચાલકનું નામ શ્રીલથા હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ ઘટના દરમિયાન ત્યાં ઘણા લોકો ભેગા થઈ ગયા હતા તેમ છતાં મહિલાએ બોલવાનું બંધ ન જ કર્યું. મળતી માહિતીના આધારે આ ઘટના 24 ફેબ્રુઆરીએ રાત્રે 8.20 વાગ્યે હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારમાં બની હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: ડાન્સિંગ પોલીસકર્મીની સ્ટાઈલથી નાગાલેન્ડના મંત્રી પણ થયા પ્રભાવિત, વીડિયો શેર કરી લાગણી વ્યક્ત કરી