બાળકો સાથે પિકનિક મનાવવાના આ છે ફાયદાઃ તમે પણ લો લાભ
- પિકનિકમાં પરિવાર સાથે સારો સમય વીતાવી શકાય છે
- આજની ભાગદોડ ભરેલી જિંદગી માટે બહેતર છે
- તાજી હવા બાળકોના સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે
ગરમીની સીઝનમાં ઝાડની નીચે બેસીને બાળકો સાથે ઘરે બનાવેલુ જમવાનું એન્જોય કરવાથી બહેતર કદાચ જ કંઇક હોય. પિકનિકમાં પરિવાર સાથે સારો સમય વીતાવી શકાય છે, જે આજની ભાગદોડ ભરેલી જિંદગી માટે બહેતર છે. જ્યારે તમે પરિવાર સાથે સમય વિતાવો છો તો સંબંધો મજબૂત બને છે. જાણો તમારે બાળકો અને પરિવાર સાથે પિકનિક પર કેમ જવુ જોઇએ?
બાળકો સાથે પિકનિક પર જવુ કેમ છે જરૂરી?
પરિવાર સાથે મજબૂત થાય છે બોન્ડિંગ
પિકનિક પર જવાથી તમે તમારા બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. પિકનિક તમારા બાળકોને પ્રેમ અને તેમને સાંભળવાનો અહેસાસ કરાવવાનો યોગ્ય મોકો છે. આ દરમિયાન પરિવાર સાથે બોન્ડિંગ પણ બુસ્ટ થાય છે. આ દરમિયાન તમે પરિવાસ સાથે મજેદાર ગેમ્સ પણ રમી શકો છો.
માનસિક સ્વાસ્થ્યમાં સુધારો
તાજી હવા તમારા બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરિવાર સાથે પિકનિક પર જવાથી માનસિક બીમારીથી છુટકારો મળે છે. ચિંતાના લેવલને ઘટાડવા માટે બહાર સમય વિતાવવો સારી વાત ગણાય છે.
શારીરિક સ્વાસ્થ્ય
બહાર સમય વિતાવવાથી આપણા શારિરીક સ્વાસ્થ્યને ફાયદો મળે છે. અસ્થમા જંવી શ્વાસની સમસ્યા વાળા બાળકો માટે તાજી હવામાં શ્વાસ લેવો ફાયદાકારક હોય છે. પિકનીક વિટામીન ડીનું પ્રમાણ પણ વધારી શકે છે, તે હાડકા અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ધ્યાન રાખો કે તડકામાં જતા પહેલા સનસ્ક્રીન જરૂર લગાવો.
આત્મચિંતનનો સમય
માતા-પિતા અને બાળકોને સમાન રીતે ધ્યાન અને આત્મ-ચિંતનથી ફાયદો થઇ શકે છે.બાળકોને એકલા રહેવાનો સમય આપવો અને આત્મ-ચિંતનના માધ્યમથી ખુદ વિશે શીખવુ જરૂરી છે, જે પિકનિક પર સરળતાથી થઇ શકે છે.
આ પણ વાંચોઃ રથયાત્રાને લઈને પોલીસ તંત્ર એલર્ટ : ભગવાન જગન્નાથની રથ યાત્રામાં પ્રથમ વાર એન્ટી ડ્રોન ગનનો થશે ઉપયોગ