ટ્રેન્ડિંગમનોરંજન

‘નાટુ નાટુ’ માટે ગોલ્ડન ગ્લોબ જીતનાર એમએમ કીરવાણીના બોલિવુડના 10 યાદગાર સોંગ્સ આ રહ્યા

ભારતીય સિનેમાં માટે આજની સવાર એક મોટી ખુશખબરી લઇને આવી. એસ એસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ના ‘નાટુ નાટુ’ ગીત માટે મ્યુઝિક કમ્પોઝર એમ એમ કીરવાણીને ‘બેસ્ટ ઓરિજિનલ સોંગ’નો એવોર્ડ મળ્યો. કીરવાણી, રાજામૌલીના કઝિન છે. તેમણે પોતાના ભાઇ સાથે ‘બાહુબલી’, ‘મગધીરા’ અને ‘ઇગા’ (મખ્ખી)માં પણ કામ કર્યુ છે.

'નાટુ નાટુ' માટે ગોલ્ડન ગ્લોબ જીતનાર એમએમ કીરવાણીના બોલિવુડના 10 યાદગાર સોંગ્સ આ રહ્યા hum dekhenge news

તેલુગુમાં વધુ કામ કરનાર એમ એમ કીરવાણીએ હિન્દી ફિલ્મોમાં પણ ઘણા યાદગાર ગીત આપ્યા છે. જોકે તેમણે બોલિવુડમાં એમ એમ કરીમના નામે કામ કર્યુ છે, તેથી આ વાતની ઘણા ઓછા લોકોને જાણ છે. તેમના ગીતો બોલિવુડ ફિલ્મોના સૌથી આઇકોનિક ગીતોમાં સામેલ છે. 90ના દાયકાની અને તેના પછીના સોંગ્સનું બેસ્ટ લિસ્ટ જ્યારે પણ ડિસ્કસ થાય છે તો તેમા એમ એમ કીરવાણીનું નામ જરૂર આવે છે. આમાંથી કોઇક ગીત તો ચોક્કસ તમારુ પણ ફેવરિટ હશે જ.

1. તુમ મિલે, દિલ ખિલે-ક્રિમિનલ

કીરવાણીએ એમ એમ કરીમની ઓળખ સાથે હિન્દીમાં આ પહેલુ ગીત રેકોર્ડ કર્યુ હતુ. કુમાર સાનુના અવાજમાં ગવાયેલુ આ ગીત આજે પણ પ્રેમની સાબિતી આપવા માટે પુરતુ કહેવાય છે.

2. ગલીમેં આજ ચાંદ નીકલા- જખ્મ

આ ગીતના શબ્દો તેને એક વાર સાંભળનારી વ્યક્તિ ક્યારેય ભુલી નહીં શકે. આ ગીત એટલુ પોપ્યુલર છે કે તેના વિશે કંઇ કહેવાની કદાચ જ જરૂર પડશે. આ ગીત જ્યારે પણ ફરી સાંભળો ત્યારે તેના ઢોલકનો અવાજ ખાસ સાંભળજો.

3. આ ભી જા-સુર

લકી અલીનો અવાજ અને કીરવાણીનું મ્યુઝિક જાણે કે કોઇ નશા જેવું છે. આ ગીતને કેટલાય લોકોએ લુપ પર ઘણી વાર સાંભળ્યુ હશે. તમને પહેલા તેના કમ્પોઝરનું નામ ખ્યાલ નહીં હોય, પરંતુ હવે તમે 100 ટકા તે નહીં ભુલી શકો.

4. ખુબસુરત હૈ વો ઇતના- રોગ

ઇરફાન ખાન અને ઇલીન સ્ટારર પ્રેમકહાનીમાં ઉદિત નારાયણનું આ ગીત કોઇ જાદુ જેવું છે. સિમ્પલ પરંતુ પ્રેમ ભરેલા લિરિક્સને કીરવાણીએ એક વાર ફરી ઢોલક સાથે કમ્પોઝ કર્યા અને જનતા પર જાદુ કરી દીધો.

5. મેંને દિલ સે કહા- રોગ

‘રોગ’ના આ ગીતમાં ઉદાસીની લાગણી હતી અને ગમમાં ખુશ રહેવાની વાત હતી, પરંતુ કેકેનો અવાજ અને કીરવાણીનુ કમ્પોઝિશન એટલુ પોપ્યુલર થયું કે આજે પણ આ સોંગ ઘણા લોકોનો પ્લેલિસ્ટમાં વારંવાર વાગતુ રહે છે.

6. કભી શામ ઢલે-સુર

વાયોલિન અને ઢોલકનો અદ્ભુત કોમ્બો અને મહાલક્ષ્મી ઐયરનો અવાજ મેજિકલ હતો. સુરનું આ સોંગ ખરેખર અદ્ભુત હતુ.

7. ઓ સાથિયા- સાયા

ઉદિત નારાયણનો અવાજ અને ઢોલકની સાથે કીરવાણીનું ક્મ્પોઝિશન કમાલનું હતુ. આ ગીત કોઇ બીજી ફિલ્મ માટે ક્મ્પોઝ કરાયુ હતુ, પરંતુ સાયાના પ્રોડ્યુસર મહેશ ભટ્ટે કીરવાણીના આ ગીતને ઉપયોગમાં લઇ લીધું.

8. આવારાપન બંજારાપન- જિસ્મ

કેકેના સૌથી યાદગાર ગીતોમાં આ ગીત સામેલ છે. આ ગીત કંઇક અલગ પ્રકારનું છે. તેમા અલગ પ્રકારનો રોમાન્સ પણ છે. આજે પણ આ ગીત સંગીતપ્રેમીઓને વારંવાર સાંભળવુ ગમે છે.

9. ચલો તુમ લેકર- જિસ્મ

જ્હોન અબ્રાહમને રિઝવતી બિપાશા બાસુ અને સાથે ચાલતુ આ ગીત સ્ક્રીન પર એક જાદુ જેવું હતુ. ફિલ્મના આલ્બમમાં પણ લોકોને આ ગીત ખુબ જ પસંદ પડ્યુ હતુ. શ્રેયા ઘોષાલના અવાજમાં આવું સેંશુઅલ સોંગ રેકોર્ડ કરવાનો ખ્યાલ કીરવાણીને જ આવી શકે.

10. ધીરે જલના-પહેલી

અમોલ પાલેકરની આ ફિલ્મને શાહરૂખખાનની સૌથી બેસ્ટ ફિલ્મ માનવામાં આવે છે. ગુલઝારના લિરિક્સ, સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના અવાજ સાથે કીરવાણીએ આ ગીતને સુંદર ફીલિંગ આપી છે. શાહરૂખ અને રાનીના રોમાન્સમાં આવેલા ટ્વિસ્ટ સાથે જ્યારે આ ગીત ફિલ્મમાં દેખાય છે, ત્યારે માહોલ બદલાઇ જાય છે.

આ પણ વાંચોઃ RRRના ગીત નાટો નાટોને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ અપાવનાર, કોણ છે એમએમ કીરવાણી ?

Back to top button