જાન્હવી કપૂર સાથે તેની સાડી પણ ચર્ચામાં, આ છે તેની કિંમત
- જાન્હવી કપૂર હંમેશા તેની અદાઓથી ફેન્સને દીવાના બનાવે છે. હવે ફરી એક વાર તે અને તેની સાડી ચર્ચામાં છે.
બોલિવુડ અભિનેત્રી જાન્હવી કપૂર હંમેશા પોતાની સુંદરતા, બોલ્ડનેસ અને ક્યૂટ અંદાજથી ફેન્સના દિલ જીતી લે છે. જાન્હવી કપૂર માત્ર વેસ્ટર્ન નહીં, પરંતુ દેશી લુકમાં પણ ચર્ચાઓમાં આવે છે. જાન્હવીના દરેક અંદાજને ફેન્સ પસંદ કરે છે અને તેના ફોટોઝ અને વીડિયો વાઈરલ થાય છે. જાન્હવી એક વાર ફરી ચર્ચામાં આવી છે અને આ વખતે તે તેની સુંદર સાડી અને તેની કિંમતોને લઈને ચર્ચામાં છે. જાન્હવી કપૂરની આ સાડી ખૂબ મોંઘી છે.
જાન્હવી કપૂરની પર્પલ સાડીને અને સાડીમાં તેના ફોટો ફેન્સને ખૂબ જ ગમ્યા છે. એથનિક લુકમાં જાન્હવી સુંદર દેખાય છે. આ સાડીની કિંમત 95000 રૂપિયા છે. તેને ફેશન ડિઝાઈનર અર્પિત મહેતાએ ડિઝાઈન કરી છે. જાન્હવીના આ ફોટોઝને ફેન્સની સાથે સેલિબ્રિટીએ પણ પસંદ કર્યો છે. હાલમાં ચર્ચામાં રહેલા ઓરીએ કોમેન્ટમાં લખ્યું છે ‘ગરમ મસાલા’
View this post on Instagram
જાન્હવીના અપકમિંગ પ્રોજેક્ટ્સ
જાન્હવીની કરિયરની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ બવાલમાં જોવા મળી હતી. તે ફિલ્મ નિતેશ તિવારીએ ડિરેક્ટ કરી હતી, તેને દર્શકોનો મિક્સ રિસ્પોન્સ મળ્યો હતો. જાન્હવી હવે મિસ્ટર એન્ડ મિસીસ માહીમાં જોવા મળશે. જેમાં જાન્હવી ક્રિકેટ રમતી દેખાશે. તે જૂનિયર એનટીઆર સાથે તેલુગુ ફિલ્મ દેવારા અને હિન્દી ફિલ્મ દેવારા અને ઉલઝમાં પણ જોવા મળશે. દેવારાનો જાન્હવીનો લુક રિવીલ થઈ ચુક્યો છે.
આ પણ વાંચોઃ બોલિવૂડ સ્ટાર્સ આ વર્ષે કેવી રીતે ઉજવી રહ્યા છે દિવાળી?