ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

વર્લ્ડ સિટીઝ સમિટમાં પહોંચ્યા સુરતના મેયર હેમાલી બોઘાવાલા, પહેલાં જ પ્રવચનમાં આપી આ માહિતી

Text To Speech

દેશભરમાં ચર્ચા થયેલી વર્લ્ડ સિટીઝ સમિટમાં સુરતના મેયર હેમાલી બોઘાવાલા સિંગાપોર પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે પ્રથમ દિવસે તેમણે એક ફોર્મલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ પ્રતિનિધિઓ સાથે મુલાકાતનો દોર શરૂ થયો હતો. સુરત મેયર દ્વારા આજે ન્યૂઝીલેન્ડથી આવેલા મેયર સહિતના અન્ય દેશોના મેયરો સાથે મુલાકાત કરીને એકબીજાના શહેરોમાં ચાલતા પ્રોજેક્ટ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

સિંગાપુરમાં સુરતના મેયરનું ભવ્ય સ્વાગત

વર્લ્ડ સિટીઝ સમિટમાં એશિયા ઉપખંડના 8 શહેરો પૈકી સંસ્થાઓ સુરત મ્યુનિ.ના ‘સિવેજ વોટર ટ્રીટમેન્ટ’ તેમજ ‘રિવર બેરેજ’ પ્રોજેકટની માહિતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમક્ષ રજૂ કરશે. લિવેબલ એન્ડ સસ્ટેનેબલ સિટીઝ વિષયની ચર્ચા પેસિફિક તાકીદ કરવામાં આવશે. જેમાં વિશ્વના અગ્રણી શહેરો ભાગ લઈ રહ્યાં છે. માત્ર પદાધિકારીઓ પોતાના અનુભવો અને શહેરના પ્રતિનિધિઓ મંતવ્યો રજૂ કરશે. આ દરમિયાન વિશ્વના શહેર પોતાના પ્રશ્નો અને પોતાના શહેરમાં થતી વિશિષ્ટ કામગીરી બાબતે પ્રેઝન્ટેશન કરશે. આ સેમિનારમાં અલગ અલગ દ્વાર વિષયના તજજ્ઞો, ટેકનોલોજીસ્ટો અને કામગીરીની રજૂઆત કરશે. જેના થકી શહેર એકબીજાની સાથે પાર્ટનરશિપ કરી અનુભવોની આપ-લે કરશે. આ સમિટમાં યોજાનારા અલગ અલગ વર્કશોપ અને સેમિનારમાં શહેરોને વિશ્વની નામાંકિત નાણાકીય સંસ્થાઓ સાથે પોતાના માળખાકીય પ્રોજેક્ટો રજૂ સારી તક મળશે.

અલગ અલગ દેશોના મેયરો સાથે કરી મુલાકાત

વર્લ્ડ સિટીઝ સમિટમાં એશિયા પેસિફિક ઉપખંડના આઠ શહેરો પૈકી અંતિમ ત્રણ શહેરોમાં ભારતમાંથી એક માત્ર સુરતની પસંદગી થતાં સુરતના મેયર હેમાલી બોધાવાલા ક્લાઈમેટ ચેન્જ અંગે સુરતે લીધેલા અલગ અલગ નિર્ણયો બાબતની માહિતી પણ આપશે. સુરત મહાનગરપાલિકા ‘સિવેજ વોટર ટ્રીટમેન્ટ’ તેમજ ‘રિવર બેરેજ’ ના પ્રોજેક્ટની માહિતી ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમક્ષ રજૂ કરશે.

આ પણ વાંચો : અરવિંદ કેજરીવાલનું જુઠ્ઠાણું કે શું ? સિંગાપુરના વર્લ્ડ સિટીઝ સમિટના કાર્યક્રમમાં ક્યાંય તેમનું નામ જ નથી

Back to top button