ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજનવિશેષશ્રી રામ મંદિર

હેમા માલિની અયોધ્યામાં રામાયણ પર રજૂ કરશે ડાન્સ ડ્રામા

અયોધ્યા, 14 જાન્યુઆરી : બોલિવૂડની ડ્રીમ ગર્લમાંથી રાજનેતા બનેલી હેમા માલિની માત્ર શાનદાર અભિનય જ નથી કરતી પણ ખૂબ જ સારો ડાન્સ પણ કરે છે. બીજેપી નેતા હેમા માલિની અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર રામાયણ આધારિત નૃત્ય નાટક રજૂ કરશે.બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની ઘણી ક્લાસિક ફિલ્મોમાં તેમની સશક્ત ભૂમિકાઓ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી છે. તેની ફિલ્મો પણ બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને લોકો હજુ પણ આ અભિનેત્રીની ફિલ્મો જોવાનું પસંદ કરે છે. અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી હેમા માલિનીએ તેમના કાર્યાલયમાંથી શેર કરેલા વીડિયોમાં તેણે કહ્યું છે કે, તે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપસે અને ત્યાં રામાયણ આધારિત નૃત્ય નાટક પણ રજૂ કરશે.

અયોધ્યામાં હેમા માલિની નૃત્ય નાટક રજૂ કરશે 

જગત ગુરુ પદ્મ વિભૂષણ રામભદ્રાચાર્યની 75મી જન્મજયંતિ પર અયોધ્યામાં અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 14 જાન્યુઆરીથી શરૂ થતાં આ કાર્યક્રમમાં 17 જાન્યુઆરીએ અભિનેત્રી હેમા માલિની ખાસ પરફોર્મન્સ આપશે. યોજાનારી આ રજૂઆત રામાયણ અને મા દુર્ગાના વિશેષ અધ્યાય પર આધારિત છે. રામ મંદિરના ઉદ્ઘઘાટનનો આ કાર્યક્રમ 22 જાન્યુઆરી સુધી ચાલશે.જેમાં અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ ભાગ લેશે. હેમા માલિનીએ પોતે આ વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે.

હેમા માલિનીનો સંદેશ

બીજેપી નેતા હેમા માલિનીના વીડિયોમાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘રામ મંદિરના અભિષેક સમયે હું પહેલીવાર અયોધ્યા આવી રહી છું, જેની લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા… 17 જાન્યુઆરીએ હું રામાયણ આધારિત એક નૃત્ય નાટક રજૂ કરીશ, જે ભગવાન રામ પર આધારિત છે. અયોધ્યામાં આ કાર્યક્રમ આજે 14 જાન્યુઆરીને રવિવારથી શરૂ થશે અને 22 જાન્યુઆરી સુધી ચાલશે. આજે અયોધ્યા ધામમાં ફંક્શનના પ્રથમ દિવસે માલિની અવસ્થી કાર્યક્રમમાં પરફોર્મ કરશે.

હેમા માલિની વિશે ખાસ વાતો

ગયા વર્ષે નવેમ્બરમાં હેમા માલિનીએ તેમના લોકસભા મતવિસ્તારમાં સંત મીરાબાઈની 525મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં નૃત્ય નાટક રજૂ કર્યું હતું. હાલમાં જ તે મુંબઈમાં યોજાયેલા ઈરા ખાન-નુપુર શિખરેના વેડિંગ રિસેપ્શનમાં જોવા મળી હતી. ઘણી શાનદાર ફિલ્મોમાં તેના દમદાર અભિનયને કારણે તે બોલિવૂડની ‘ડ્રીમ ગર્લ’ બની ગઈ. હેમા માલિનીએ 2004માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2004માં તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને રાજ્યસભામાં પણ પહોંચી.

આ પણ વાંચો : અયોધ્યાના ઘાટ પર 14 લાખ દીવાઓથી બનાવી ભગવાન રામની તસવીર

Back to top button