મૌની અમાવસ્યા પર હેમા માલિનીએ સંગમમાં કર્યું પવિત્ર સ્નાન, જુઓ વીડિયો
- મૌની અમાવસ્યાના શુભ દિવસે ત્રિવેણી સંગમ ખાતે હેમા માલિનીએ પવિત્ર સ્નાન કર્યું હતું. મહાકુંભમાં પહોંચીને સ્નાન કરવાને અભિનેત્રીએ પોતાનો ભાગ્યશાળી અવસર ગણાવ્યો
29 જાન્યુઆરી, પ્રયાગરાજઃ હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી અને બીજેપી સાંસદ હેમા માલિની 29 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં પહોંચ્યા હતા. તેમણે બુધવારે મૌની અમાવસ્યાના શુભ દિવસે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું હતું. મહાકુંભમાં પહોંચીને પવિત્ર સ્નાન કર્યા બાદ અભિનેત્રીએ તેને પોતાનો ભાગ્યશાળી અવસર ગણાવ્યો. આ દરમિયાન જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી મહારાજ અને યોગ ગુરુ બાબા રામદેવ પણ હાજર રહ્યા હતા
#WATCH | #MahaKumbh2025 | BJP MP Hema Malini took a holy dip at Triveni Sangam on Mauni Amavasya today
Acharya Mahamandaleshwar Swami Avdheshanand Giri Maharaj of Juna Akhara and Yog guru Baba Ramdev also took holy dip today pic.twitter.com/aYDWDiGCWr
— ANI (@ANI) January 29, 2025
ન્યૂઝ એજન્સી ANI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં હેમા માલિનીએ કહ્યું કે ‘મારું સૌભાગ્ય છે કે મને આટલા મોટા પ્રસંગે અહીં મહાસ્નાન કરવાની તક મળી, મને ખૂબ સારું લાગ્યું. આટલા કરોડો લોકો અહીં આવ્યા છે અને મને પણ સ્નાન કરવાની જગ્યા મળી.
#WATCH | Prayagraj | On taking a holy dip at Triveni Sangam on Mauni Amawasya, BJP MP Hema Malini says, “It is my good fortune that I got the opportunity to do ‘snan’ on this auspicious day.” pic.twitter.com/ZozgvVsIYO
— ANI (@ANI) January 29, 2025
મહાકુંભમાં ભાગદોડ
ઉલ્લેખનીય છે કે મહાકુંભ મેળામાં બીજું શાહી સ્નાન 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે થવાનું હતું. દરમિયાન રાત્રિના 1 વાગ્યાના સુમારે મેળામાં નાસભાગ મચી ગઈ હતી. મૌની અમાવસ્યાના મહાકુંભમાં લાખો ભક્તો એકઠા થઈ રહ્યા છે, જેના કારણે નાસભાગ મચી ગઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ભારે ભીડ અને અકસ્માતને કારણે બુધવારે અમૃત સ્નાન પણ રદ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું છે કે સ્થિતિ નિયંત્રણમાં છે. સવારે 10 વાગ્યા પછી અમૃત સ્નાન શરૂ કરાયું હતું.
આ પણ વાંચોઃ મહાકુંભમાં વિઘ્ન નાખવાનો પ્રયાસ? જાણો નાસભાગ પહેલાં કેવી ગતિવિધિ હતી?