ચૂંટણી 2024ટ્રેન્ડિંગમનોરંજન

જીતની હેટ્રિક લગાવતા પહેલા હેમા માલિનીએ રાધા રમણ મંદિરમાં કરી પૂજા, જુઓ વીડિયો

Text To Speech
  • હેમા માલિનીએ કહ્યું કે ભગવાનની કૃપા, શ્રીકૃષ્ણાની કૃપાથી હું જીતીશ. જીત્યા બાદ મથુરા, વૃંદાવન, વ્રજ માટે મેં જે કરવાનું વચન આપ્યું હતું, તે બધું હું કરીશ

4 જૂન, નવી દિલ્હીઃ દેશભરમાં આજે ચૂંટણીનો માહોલ છે. લોકસભા ચૂંટણીના પરિણામોની ગણતરી હજૂ ચાલી રહી છે. ખૂબ જ જલ્દી રિઝલ્ટ આવશે, પરંતુ મથુરા લોકસભા બેઠકના ઉમેદવાર હેમા માલિની એ વાતને લઈને શ્યોર છે કે ચૂંટણીમાં તેઓ જીતશે. હેમાએ કહ્યું કે તેમની સાથે ભગવાન કૃષ્ણના આશીર્વાદ છે. હેમા માલિની સતત ત્રીજી વખત મથુરાથી ચૂંટણી લડી રહ્યા છે. ગઈ વખતે પણ તેમણે જીત મેળવી હતી. હેમા માલિનીએ કહ્યું કે ભગવાનની કૃપા, શ્રીકૃષ્ણાની કૃપાથી હું જીતીશ. જીત્યા બાદ આજે આખુ મથુરા, વૃંદાવન, વ્રજ માટે મેં જે કરવાનું વચન આપ્યું હતું, તે બધું હું કરીશ. ક્યાંથી શું સારુ પ્રવાસન વિકસી શકે એમ છે. હું તે બધું ડેવલપ કરવા ઈચ્છીશ.

મથુરાના મંદિર પહોંચ્યા હેમા માલિની

ચૂંટણી પરિણામો પહેલા અભિનેત્રીએ ભગવાનની શરણ લીધી છે. અભિનેત્રી અને સાંસદ હેમા માલિની આજે રાધા રમણ મંદિરના દર્શન કરવા મથુરા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મંદિરમાં પૂજા અર્ચના કરી અને ચૂંટણીમાં જીતની કામના કરી. વીડિયોમાં અભિનેત્રી ગુલાબી રંગની સાડી પહેરેલી જોવા મળી રહી છે જે મંદિરની બહારથી લોકોનો આભાર માને છે.

અહીં પહોંચ્યા બાદ હેમા માલિની ચાહકોનો આભાર માનતા અને રાધા-કૃષ્ણનો જયજયકાર કરતા જોવા મળ્યા હતા. મંદિરની અંદર જઈને તેમણે ભગવાન પાસે પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. હેમા માલિની મથુરાથી બીજેપી સાંસદ છે, અને તેઓ આ સીટ પરથી ત્રીજી વખત લોકસભા ચૂંટણી લડી રહી છે. આજે બપોરે બે વાગ્યા સુધી હેમા માલિની બે લાખ કરતા વધુ વોટથી આગળ હતા. તેઓ 2004માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

આ પણ વાંચોઃ ભાજપની હેટ્રિક અટકવાનો અફસોસ છે પણ ગેનીબેનની જીત મોટી જીત ના કહેવાયઃ વિજય રૂપાણી

Back to top button