75 વર્ષની ઉંમરે 2 કલાકની નૃત્ય નાટિકા, હેમા માલિનીનું પાવરપેક પફોર્મન્સ
મથુરા – 7 ઓકટોબર : શારદીય નવરાત્રી ઉત્સવ ચાલી રહ્યો છે અને તે દરમિયાન મથુરામાં સાંસદ હેમા માલિનીએ દુર્ગા નૃત્ય નાટિકા પર અદ્ભુત પફોર્મન્સ
આપ્યું હતું. પ્રખ્યાત અભિનેત્રી અને મથુરાના સાંસદ હેમા માલિનીએ મા દુર્ગાના અનેક અવતારોને સ્ટેજ પર જીવંત કર્યા. 75 વર્ષની હેમા માલિનીએ પોતાના ડાન્સ અને એક્સપ્રેશનથી લોકોના દિલ જીતી લીધા હતા, ડાન્સ ડ્રામા ના સમગ્ર પરફોર્મન્સ દરમિયાન એવા ઘણા પ્રસંગો આવ્યા હતા જ્યારે માતાના રૂપમાં હેમા માલિનીના એક્સપ્રેશન જોઈને દર્શકો વિચારમાં પડી ગયા હતા.
#WATCH | Uttar Pradesh: Actor and BJP MP from Mathura, Hema Malini presented a dance drama at Nav Durga Mahotsav, in Mathura
Lok Sabha Speaker Om Birla was also present here (06.10) pic.twitter.com/oGY1Y9Mjyi
— ANI (@ANI) October 6, 2024
નવરાત્રિના અવસર પર, સાંસદ હેમા માલિનીએ રવિવારે ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં નાટ્ય વિહાર કલા કેન્દ્ર, મુંબઈ વતી પંચજન્ય પ્રેક્ષાગ્રહમાં આ પ્રેઝન્ટેશન આપ્યું હતું. દુર્ગા નૃત્ય નાટક દુર્ગા સપ્તશતી પર આધારિત હતું. જેમાં હેમા માલિનીએ માતા સતી અને પાર્વતીના રૂપમાં અદ્ભુત પફોર્મન્સ કર્યું હતું.
75 વર્ષની ઉંમરે 2 કલાકનું પફોર્મન્સ
આશ્ચર્યજનક વાત એ છે કે હેમા માલિનીએ 75 વર્ષની ઉંમરે આ નૃત્ય નાટક રજૂ કર્યું હતું. 2 કલાકના આ નૃત્ય નાટકમાં સાંસદ હેમા માલિનીએ લગભગ દોઢ ડઝન સહયોગીઓની ટીમ સાથે મા દુર્ગાના અનેક અવતારોને જીવંત કર્યા હતા.
નૃત્ય નાટકની શરૂઆત શિવ-સતીની વાર્તાથી થઈ હતી, જેમાં પ્રેમ, ભક્તિ અને ક્રોધની ભાવનાઓ આબેહૂબ રીતે દર્શાવવામાં આવી હતી. પ્રેક્ષકો મા દુર્ગા અને ભગવાન શિવનો જયઘોષ કરતા રહ્યા. સ્ટેજ પર, તેમણે દક્ષ વધ, શિવ તાંડવ, બમ લહરી, શિવ-પાર્વતી વિવાહ અને નમસ્તેયની અદ્ભુત પ્રસ્તુતીથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા.
આ પણ વાંચો : PM મોદીએ પોતે લખેલા ગરબાની મધુર પ્રસ્તુતિ માટે પૂર્વા મંત્રીને ધન્યવાદ આપ્યાઃ જૂઓ ગરબો