ટ્રેન્ડિંગમનોરંજન

હેમા માલિનીએ દિકરી ઇશા દેઓલ સાથે સેલિબ્રેટ કર્યો નેશનલ સિનેમા ડે

Text To Speech
  • નેશનલ સિનેમા ડેના અવસર પર ઇશા દેઓલ માતા હેમા માલિની સાથે ફિલ્મ જોવા ગઈ હતી. તેણે માતા-દિકરીની આ ખુશીની ક્ષણોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

National Cinema Day 2023: ઇશા દેઓલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે દરરોજ કંઈક ને કંઈક શેર કરતી રહે છે અને તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. ઈશા તેના ફેન્સને તેની અંગત અને પ્રોફેશનલ લાઈફ વિશે અપડેટ આપવાનું ક્યારેય ભૂલતી નથી. ઈશા વારંવાર પોતાના પરિવાર સાથેના ફોટા શેર કરતી રહે છે. આજે નેશનલ સિનેમા ડેના અવસરે તે માતા હેમા માલિની સાથે મૂવી ડેટ પર ગઇ હતી. તેણે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઈશાએ તેની માતા હેમા માલિની સાથે નેશનલ સિનેમા દિવસની ઉજવણી કરી રહી છે.

આજે દેશભરમાં રાષ્ટ્રીય સિનેમા દિવસ (નેશનલ સિનેમા ડે)ની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દરેક ફિલ્મની ટિકિટની કિંમત માત્ર 99 રૂપિયા કરી દેવામાં આવી છે. દર વર્ષે 13 ઓક્ટોબરના દિવસે રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉજવવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by ESHA DEOL (@imeshadeol)

ઇશાએ શેર કરી તસવીર.

ઇશા દેઓલે હેમા માલિની સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટો થિયેટરને છે. ફોટો શેર કરીને ઈશાએ લખ્યું છે, ‘સેલિબ્રેટિંગ નેશનલ સિનેમા ડે વિથ ધ વન એન્ડ ઓન્લી ડ્રીમ ગર્લ’ આ ફોટો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું છે કે હેમાજી, મેં આજ સુધી તમારા જેવી પરફેક્ટ પર્સનાલિટી જોઇ નથી. જ્યારે કેટલાકે ઘણા બધા હાર્ટ ઇમોજીસ પોસ્ટ કર્યા છે. ઈશાના લુકની વાત કરીએ તો તે ડેનિમ જેકેટમાં જોવા મળી રહી છે. હેમા માલિનીએ પેસ્ટલ બ્લુ રંગનો સૂટ પહેર્યો છે અને સાથે બ્રાઉન રંગની સ્લિંગ બેગ લઈને છે.

હેમામાલિની એક્ટિંગમાં પરત ફરે તેવી ઇશાની ઇચ્છા

ઇશા દેઓલે તાજેતરમાં જ કહ્યું હતું કે તે ઈચ્છે છે કે હેમા માલિની જલ્દી એક્ટિંગમાં પરત ફરે. ઈશાએ એમ પણ કહ્યું હતું કે હેમા માલિની કેટલીક સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઈશા છેલ્લે વેબ સિરીઝ હન્ટરમાં જોવા મળી હતી. જેમાં તેનો દર્શકોને ખૂબ પસંદ પડ્યો હતો.

આ પણ વાંચોઃ નીરજ ચોપરા “મેન્સ વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર” એવોર્ડ માટે નોમિનેટ

Back to top button