PMJAY યોજના અંગે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો, કાર્ડ એપ્રુવલ એજન્સી પણ બદલાઈ
ગાંધીનગર, 4 જાન્યુઆરી, 2025 : રાજ્યમાં PMJAY કાર્ડ યોજનામાં ખ્યાતિકાંડ બાદ સતત થઈ રહેલા નવા કૌભાંડોને પગલે સરકારે આ PMJAY કાર્ડ સંબંધિત મુશ્કેલી નિવારવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, રાજ્ય સરકારે PMJAY યોજના અંગે એક વોટ્સએપ પણ નંબર જાહેર કર્યો છે. 92277 23005 આ નંબર પર PMJAY કાર્ડ યોજનામાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી જણાઇ તો જાણ કરવા આ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.
“મુશ્કેલી તમારી…. મદદ અમારી”
“PMJAY-મા” યોજના સાથે જોડાયેલી હોસ્પિટલમાં “આયુષ્માન કાર્ડ” હેઠળ આપવામાં આવતી સારવારમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો
📱૯૨૨૭૭ ૨૩૦૦૫
વ્હોટ્સએપ નંબર પર સંપર્ક કરી અમને જણાવો….તમારી મુશ્કેલીનું નિરાકરણ અમે લાવીશું…. pic.twitter.com/1EMhgejei7
— Rushikesh Patel (@irushikeshpatel) January 4, 2025
એપ્રુવલ એજન્સી પણ બદલી દેવામાં આવી
આ સાથે PMJAY કાર્ડ યોજનાને લઈને સરકારે આજે મહત્વના સમાચાર પણ આપ્યા છે. PMJAY કાર્ડના એપ્રુવલ આપતી એજન્સીને બદલી દેવામા આવી. ક્રાઇમ બ્રાન્ચે એજન્સીનું આ સમગ્ર કૌભાંડ બહાર લાવી હતી. PMJAY કાર્ડને એપ્રુવલ આપવામાં ગેરરિતી કર્યા બાદ એજન્સીને બદલી દેવાઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ PMJAY યોજનાની નવી SOP જાહેર કરી છે. તાજેતરમાં થયેલા ખ્યાતિ જેવા કાંડ રોકવા સરકાર દ્વારા હોસ્પિટલો માટે નવી SOP જાહેર કરવામાં આવી છે.
હોસ્પિટલ માટે કડક નિયમો બનાવાયા
PMJAY હેઠળ એમ્પેનલ હોસ્પિટલ માટે વધુ કડક નિયમો બનાવાયા છે. કેટલાક નિયમોની વાત કરીએ તો, કાર્ડિયોલોજીની સેવામાં હોસ્પિટલોમાં ફુલ ટાઈમ ડોક્ટરો જરૂરી છે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય એવા સંજોગોમાં ફક્ત કારિયોલોજિસ્ટ સેવાઓ આપતા સેન્ટર એન્જો પ્લાસ્ટિક કરી શકશે. હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટિકની સીડી વિડીયોગ્રાફી અપલોડ કરવાની રહેશે. તેમજ વિડીયોગ્રાફી પણ કરવી પડશે. દર્દીઓ અને સગાની સંમતિ માટે લેખિતમાં અને વિડીયોગ્રાફી દ્વારા સંમતિ લેવી પડશે.
આ પણ વાંચો :- ભાઈ, જયસવાલ ટેન્કરનું પાણી પીવે છે છતાં… મીમ્સ દ્વારા દિગ્ગજ ખેલાડીઓ સામે સવાલ ઊભા થયા