ગુજરાતની ઝાંખીને વિજેતા બનાવવામાં સહયોગ આપો, આ લિંક પર રજિસ્ટર તમારો મત
26મી જાન્યુઆરી 2023ના રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે નવી દિલ્હીના ‘કર્તવ્ય પથ’ ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત દ્વારા પ્રદર્શિત થનારા ટેબ્લો (ઝાંખી)ને તમે વોટ આપીને વિજેતા બનાવી શકો છે. જેના માટે લિન્કનો ઉપયોગ કરી આપનું વોટિંગ કરીને આ ટેબ્લોને વિજેતા બનાવી શકો છો.
ગુજરાતના ટેબ્લોને વોટ કરી વિજેતા બનાવો
ગણતંત્ર દિવસ નિમિત્તે “કર્તવ્ય પથ” અલગ-અલગ રાજ્યોની 17 ઝાંખીઓ સહિત કુલ 23 ઝાંખીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત દ્વારા પ્રદર્શિત થનારા ટેબ્લો (ઝાંખી)ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી વોટિંગ કરી તમે આ ટેબ્લોને વિજેતા બનાવી શકો છો.
વોટ કરવા માટે આ લિંકનો કરો ઉપયોગ
વર્ષ-2023ના ”ક્લીન અને ગ્રીન એનર્જી ઉક્ત ગુજરાત”ના ટેબ્લોને મોટા પ્રમાણમાં વોટ આપીને વિજેતા બનાવો. તમે આ લિંકને તમારા પરિવારને પણ શેર કરીને વધારેમાં વધારે વોટિંગ કરવામાં ભાગીદાર બની શકો છો.
વોટ કરવા અહીં દર્શાવેલી લિંક ઉપર ક્લિક કરો
આ લિંક પર ક્લિક કરો : https://www.mygov.in/group-poll/vote-your-favorite-tableau-republic-day-2023/
પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલ ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરી વોટ આપવા વિનંતી..
વોટિંગ માટેની લિંક : https://t.co/5tD49CdVS5
— Gujarat Information (@InfoGujarat) January 26, 2023
1. તમે વોટ કરવા માટે QR કોડને સ્કેન કરીને આપેલ રાજ્યોની સૂચીમાં “ગુજરાત” ની સામે ટીક કરો જેથી તમારો વોટ રજીસ્ટર થઇ જશે.
2. જો તમે એસએમએસ (SMS) થી વોટ કરવા ઇચ્છતા હો, તો નીચે દાર્શવેલ પગલાંનો અમલ કરીને ગુજરાત ઉપર તમારો વોટ કરો : SMS Syntax: MYGOVPOLL<space>336981<comma>Choice NumberSend to 7738299899
3. જો તમે મોબાઇલ ફોન દ્વારા વોટિંગ કરવા માંગતા હોય તો તમારો મોબાઇલ ફોન લખો, તમારા ફોન ઉપર તમને એક ઓટીપી (OTP) મળશે. આ OTP એન્ટર કરતા જ રાજ્યોની સૂચિ ખુલશે તમે તેમાં ”ગુજરાત” પસંદ કરીને વોટ કરી શકો છો.
4. આ જ પ્રમાણે તમે e-mail થી રજીસ્ટર થઇને ”ગુજરાત” ઉપર વોટિંગ કરી શકો છો.
આ રીતે મોટા પ્રમાણમાં ”ગુજરાત”ને વોટિંગ કરીને વર્ષ-2023ના ”ક્લીન અને ગ્રીન એનર્જી ઉક્ત ગુજરાત”ના ટેબ્લોને વિજેતા બનાવો. અને ગુજરાતનું ગૌરવ વધારવામાં ભાગીદાર બનો.
આ પણ વાંચો : રાજકોટમાં તંત્રના પાપે યુવાનનો જીવ ગયો, ખાડામાં ખાબકતા યુવાનનું મોત