હેલો, હું અમિત શાહ બોલું છું, તમને ચૂંટણીની ટિકિટ આપવામાં આવશે
- ઠગોએ ભાજપના પૂર્વ ધારાસભ્યને ફોન કરીને ચૂંટણીની ટિકિટ અપાવવાના નામે પૈસા માંગ્યા
બરેલી, 16 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશના બરેલીમાં બીજેપીના પૂર્વ ધારાસભ્યને છેતરવાના પ્રયાસનો મામલો બન્યો છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ફોન કરનારે પોતાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરીકે ઓળખાવ્યો અને ચૂંટણીમાં ટિકિટ આપવાના નામે તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો. જે બાદ આશંકા જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ આખી ગેંગનો પર્દાફાશ થયો છે અને પોલીસે આરોપી રવિન્દ્ર મૌર્યની ધરપકડ કરી લીધી છે. જ્યારે તેના સહયોગી શાહિદની શોધખોળ ચાલી રહી છે.
थाना नवाबगंज #bareillypolice द्वारा माननीय केन्द्रीय गृहमंत्री श्री अमित शाह का प्रोफाइल फोटो व्हाट्सएप व ट्रूकॉलर पर लगाकर ठगी करने वाले गिरोह के 01 अभियुक्त को किया गया गिरफ्तार।#UPPolice pic.twitter.com/Uv9YVCO7QU
— Bareilly Police (@bareillypolice) February 15, 2024
સમગ્ર મામલે પોલીસે શું કહ્યું ?
પોલીસે જણાવ્યું છે કે, આરોપી ગુંડાઓ મોટાભાગે રાજકીય નેતાઓ અને પાર્ટીના કાર્યકરોને નિશાન બનાવતા હતા. ટોળકીના સભ્યો અગાઉ ફોન કરીને ચૂંટણીમાં ટિકિટ અપાવવાનું વચન આપતા હતા. ત્યાર બાદ તેઓ પૈસા પડાવવાનો પ્રયાસ કરતા હતા. તેણે પોતાનો પરિચય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરીકે આપ્યો.
પોલીસ અધિક્ષક (ગ્રામીણ વિસ્તાર) મુકેશ મિશ્રાએ કહ્યું કે, શાહિદ અને રવિન્દ્ર મૌર્ય વિરુદ્ધ લૂંટ, છેતરપિંડી અને ખોટી ઓળખ બનાવવાના આરોપો સાથે IT એક્ટની કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. ઠગ દ્વારા અમિત શાહ હોવાનો ઢોંગ કરીને ભાજપના પૂર્વ ધારાસભ્યને ફોન કરીને ચૂંટણીની ટિકિટ અપાવવાના નામે પૈસા માંગવામાં આવ્યા હતા.
Truecaller એપ પર લખેલું આવ્યું: ગૃહ મંત્રાલય, દિલ્હી
ગ્રામીણ વિસ્તારના SP મિશ્રાએ કહ્યું કે, તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે જે ફોન નંબર પરથી કોલ કરવામાં આવ્યો હતો તેની ખોટી ઓળખ ઊભી કરવામાં આવી હતી. જ્યારે મેં Truecaller એપ પર જોયું તો તેમાં દેવનાગરીમાં લખેલું હતું – ‘હોમ મિનિસ્ટ્રી દિલ્હી, સેન્ટ્રલ ગવર્નમેન્ટ’ (અંકિત). આ પરાક્રમ શાહિદ અને રવિન્દ્ર મૌર્ય નામના આરોપીઓએ કર્યું હતું. ઘટના બાદ શાહિદ ફરાર છે. જ્યારે રવિન્દ્ર મૌર્યની ધરપકડ કરવામાં આવી છે. શાહિદ ભૂતકાળમાં પણ આવી જ છેતરપિંડીના કૃત્યોમાં સંડોવાયેલો રહ્યો છે.
પહેલા તેઓ પોતાનો પરિચય આપશે, પછી ટિકિટના નામે પૈસા માગશે
આ FIR નવાબગંજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વિનોદ કુમારની ફરિયાદ પર નોંધવામાં આવી છે. મિશ્રાએ કહ્યું કે, આ એક દુષ્ટ ટોળકી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરીકે દેખાડીને તે મોટાભાગના રાજકીય નેતાઓ અને પાર્ટી કાર્યકર્તાઓને નિશાન બનાવતી હતી. ટોળકીના સભ્યો અગાઉ ફોન કરીને ચૂંટણીમાં ટિકિટ અપાવવાનું વચન આપતા હતા. ત્યારબાદ તેઓ પૈસા પડાવવાનો પ્રયાસ કરતા હતા.
16 દિવસમાં 9 વખત પૂર્વ ધારાસભ્યને કર્યો ફોન
પોલીસના જણાવ્યા અનુસાર, રવિન્દ્ર મૌર્યએ સૌથી પહેલા 4 જાન્યુઆરીએ ભાજપના પૂર્વ ધારાસભ્ય કિશનલાલ રાજપૂતને ફોન કર્યો હતો. તેણે 4 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધીમાં કુલ 9 વખત કિશનલાલ રાજપૂતને ફોન કર્યો હતો. કિશનલાલ રાજપૂત પીલીભીત જિલ્લાની બરખેરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
પોલીસથી બચવા માટે સિમ તોડી નાખ્યું
SP મિશ્રાએ કહ્યું કે, તપાસ દરમિયાન પોલીસને મહત્ત્વપૂર્ણ માહિતી મળી અને બરેલીના નવાબગંજ પોલીસ સ્ટેશન હેઠળના સમુહા ગામના રહેવાસી રવિન્દ્ર મૌર્યની ગતિવિધિઓ શંકાસ્પદ જણાઈ. તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. જ્યારે રવિન્દ્રને ખબર પડી કે તે પોલીસ તપાસના દાયરામાં આવી ગયો છે અને તે ફસાઈ શકે છે. આવી સ્થિતિમાં બચવા માટે તેણે સિમ તોડી નાખ્યું.
પોલીસ આરોપીઓ સુધી કેવી રીતે પહોંચી ?
પોલીસે જણાવ્યું કે, આરોપીઓ જે સિમમાંથી ફોન કરી રહ્યા હતા તે સિમ તે જ ગામના હરીશના નામે નોંધાયેલું હતું. જ્યારે પોલીસે પહેલા હરીશને બોલાવ્યો અને સિમ વિશે માહિતી લીધી ત્યારે તેણે જણાવ્યું કે તેણે આ સિમ ગયા વર્ષે 29 ડિસેમ્બરે ખરીદ્યું હતું. પરંતુ થોડા સમય પછી, તે જ ગામના રવિન્દ્ર મૌર્ય અને શાહિદે તેને ધમકી આપી અને તેની પાસેથી સિમ છીનવી લીધું. આ જ લોકો સિમનો ઉપયોગ કરતા હતા.
આ પણ જુઓ: કોંગ્રેસ નેતા કમલનાથ દિલ્હી જવા રવાના, ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ