મુંબઈથી હૈદરાબાદ જઈ રહેલું હેલિકોપ્ટર પુણેમાં થયું ક્રેશ, 4 ઘાયલ
- પુણેમાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં જોવા મળી છે, જેમાં ક્રેશ થયેલું પ્લેન જોઈ શકાય છે. હેલિકોપ્ટરનું પરીક્ષણ કરવામાં આવ્યું છે
પુણે, 24 ઓગસ્ટ: મહારાષ્ટ્રમાં પુણે જિલ્લાના પૌડ ગામ પાસે શનિવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તેમાં ચાર લોકો હતા. કહેવામાં આવી રહ્યું છે કે કેપ્ટનને ઈજા થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકીના ત્રણ લોકોની હાલત સ્થિર છે. પુણે ગ્રામીણ પોલીસના એસપી પંકજ દેશમુખે જણાવ્યું કે આ હેલિકોપ્ટર ખાનગી ઉડ્ડયન કંપનીનું છે. ઘટના સમયે તે મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું. અકસ્માતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જેમાં ક્રેશ થયેલું પ્લેન જોઈ શકાય છે. હેલિકોપ્ટરનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઘટનાસ્થળે ઘણા લોકો પણ જોવા મળે છે.
હેલિકોપ્ટર ક્રેશનો વીડિયો આવ્યો પ્રકાશમાં
હેલિકોપ્ટર ક્રેશનો એક વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે. નજીકમાં હાજર લોકોએ હેલિકોપ્ટર ક્રેશનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો હવે પ્રકાશમાં આવ્યો છે, જેમાં હેલિકોપ્ટર ક્રેશ થતું જોઈ શકાય છે. વીડિયોમાં હેલિકોપ્ટર એક જગ્યાએ બેકાબૂ રીતે ફરતું જોવા મળે છે. થોડા સમય પછી હેલિકોપ્ટર જમીન પર ક્રેશ થાય છે અને વીડિયો પણ ખતમ થઈ જાય છે. અન્ય એક વીડિયોમાં પોલીસકર્મીઓ સાથે સ્થાનિક લોકો ઘટનાસ્થળે જોઈ શકાય છે. જ્યાં હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત હાલતમાં પડેલું છે.
અહીં જૂઓ વીડિયો:
पुणे में हेलिकॉप्टर क्रैश की तस्वीर आई सामने।
हादसा पुणे के पोड के पास हुआ है।
प्राथमिक जानकारी के मुताबिक हेलीकॉप्टर में चार लोग सवार थे।
दो पायलट थे, फिलहाल सुरक्षित बताये जा रहे हैं
दो लोगों के जख्मी होने की खबर है
खराब मौसम की वजह से हादसा हुआ है pic.twitter.com/bN0XTssM8Z
— Amit Pandey (@amitpandaynews) August 24, 2024
મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું હેલિકોપ્ટર
કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના પુણેના પૌડી વિસ્તારમાં થઈ હતી. દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો નંબર AW 139 હોવાનું કહેવાય છે. આ હેલિકોપ્ટરમાં કેપ્ટન આનંદ, ધીર ભાટિયા, અમરદીપ સિંહ, એસપી રામ હાજર હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી કેપ્ટન આનંદને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટર આજે બપોરે મુંબઈના જુહુથી ટેકઓફ થયું હતું, જે હૈદરાબાદ જવાનું હતું. જોકે આ હેલિકોપ્ટર પુણેમાં જ ટેકનિકલ કારણોસર ક્રેશ થયું હતું.
આ પણ વાંચો: તેલુગુ સ્ટાર નાગાર્જુનના કન્વેન્શન સેન્ટર પર ચાલ્યું બુલડોઝર, અભિનેતાએ કોર્ટમાં રાહતની માંગ કરી