સુરત ખાતે ખાતે ધોળા દિવસે લૂંટની ઘટના બની છે. જેમાં શહેરના સચિન વાંજ ગામની બેન્કમાં ધોળા દિવસે લૂંટારુઓ 13 લાખની લૂંટ ચલાવી ફરાર થયા છે.
સુરતમાં બેન્કમાંથી 13 લાખની લૂંટ
સુરત શહેરમાં લૂંટારૂઓ બેફામ બન્યા છે. કાયદો અને વ્યવસ્થાની પોકળ વાતો સામે આવી છે.સુરતમાં લૂટારુઓ 13લાખની લૂંટ કરી ફરાર થયા છે. સચિન વાંજ ગામની બેન્કમાં 5 થી 6 લૂંટારુઓ બાઇક લઈને આવ્યા હતા. અને ફિલ્મી ઢબે બેંકમાં લૂંટ ચલાવી ફરાર થયા હતા.
આ પણ વાંચો : BREAKING : બાવળા બગોદરા નજીક ગોઝારો અકસ્માત, 10 વ્યક્તિના ઘટનાસ્થળે મોત
સુરતમાં બેન્કમાંથી 13 લાખની લૂંટના CCTV આવ્યા સામે#Surat #suratpolice #bankRobbery #CCTV #viralnews #GujaratiNews #gujarat #humdekhengenews pic.twitter.com/T7HVveAvKu
— Hum Dekhenge News (@humdekhengenews) August 11, 2023
લૂંટના CCTV આવ્યા સામે
લૂંટના સીસીટીવી ફૂટેજ સમે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે બે બાઈક પર 5 થી 6 શખ્શો આવે છે. શહેરના સચિન વાંજ ગામમાં આવેલ બેન્કમાં જાય છે. આ તમામે પોતાના મોઢા ઢાકેલા છે. સુરતની બેન્ક ઓફ મહારાષ્ટ્રની બ્રાંચમાં લૂંટની ઘટના બની છે.
આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટના 4 જજની બદલી માટે ભલામણ: આ કેસમાં ન્યાયાધીશો રહ્યા છે ચર્ચામાં