ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે પવન ફૂંકાશે, જાણો કયા શહેરમાં રહ્યું સૌથી વધુ તાપમાન

  • ડીસામાં 40.0 ડિગ્રી, કંડલામાં 40.1 ડિગ્રી તાપમાન
  • રાજ્યમાં તાપમાનનો પારો 1થી 2 ડિગ્રી ઘટ્યો
  • રાજ્યમાં પવનની ગતિ 25થી30 કિમી પ્રતિકલાક રહેશે

ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે પવન ફૂંકાશે. તેમજ આજથી રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. તેમજ રાજ્યમાં તાપમાનનો પારો 1થી 2 ડિગ્રી ઘટ્યો છે. તથા સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી નોંધાયુ છે. અમદાવાદમાં 43.2, ગાંધીનગરમાં 42.7 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ રાજકોટમાં 41.8 ડિગ્રી, અમરેલીમાં 41.4 ડિગ્રી તથા ભાવનગરમાં 41.2, વલ્લભ વિદ્યાનગરમાં 40.3 ડિગ્રી તાપમાન છે.

ડીસામાં 40.0 ડિગ્રી, કંડલામાં 40.1 ડિગ્રી તાપમાન

ડીસામાં 40.0 ડિગ્રી, કંડલામાં 40.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યમાં આગામી 2 દિવસ ભારે પવન ફૂંકાશે. તેમજ રાજ્યમાં પવનની ગતિ 25થી30 કિમી પ્રતિકલાક રહેશે. તથા બનાસકાંઠા, પાટણ, કચ્છમાં આંધી સાથે પવન ફૂંકાશે સમગ્ર રાજયમાં તાપમાનમાં આંશીક ઘટાડો થયો છે પરંતુ 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ રહ્યો હોવાથી વંટોળીયાઓના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે પવન વચ્ચે પણ અસહ્ય ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધ્યું છે. રાજયમાં આગામી બે દિવસ આંધી- વંટોળની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે

રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો થયો છે. છતાં ગઇકાલે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 42.8 ડિગ્રી રહ્યું છે. ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન સાથે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે.વલ્લભ વિદ્યાનગર અને ભાવનગરમાં 40.7 ડિગ્રી તથા વડોદરામાં 39.9 ડિગ્રી, અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન રહ્યું છે. જેમાં આગામી 2 દિવસ રાજ્યમાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની ગતિ 25થી 30 કિમીની રહેશે. તેમજ બનાસકાંઠા, કચ્છમાં પવનની ગતિ 40 કિમી નોંધાઈ છે. તથા પાટણ, સુરેન્દ્રનગરમાં પવનની ગતિ 40 કિમી નોંધાઈ છે.

44.1 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું

અમદાવાદ સહિત ગુજરાતમાં ગરમીનો પારો અત્યારે 40 ડિગ્રી ઉપર પહોંચેલો છે. એક તબક્કો એવો હતો કે ગરમી રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગઈ હતી. અસહ્ય ગરમીના કારણે સમગ્ર ગુજરાતના લોકો તોબા પોકારી ગયા હતા. જોકે, હવે ગુજરાતના લોકોને ગરમીમાંથી રાહત મળશે. આગામી દિવસોમાં ઉનાળો સમાપ્ત થશે અને ચોમાસું દસ્તક આપશે. આગામી દિવસોમાં ગરમી ઘટનાના સંકેત હવામાન વિભાગે આવી દીધા છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 44.1 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

Back to top button