ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી
- સોમવારે ભરૂચ, સુરત તેમજ ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
- સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી
- રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે.
આજે અને સોમવારના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં રવિવારના રોજ જ્યારે ભરૂચ અને સુરતમાં તેમજ ભાવનગરમાં સોમવારના રોજ અતિભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.
અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી માહોલ
અમદાવાદ, ગાંધીનગર સહિતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ,આજ રોજ દક્ષિણ ગુજરાતનાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, તાપી તેમજ જુનાગઢ, અમરેલી, ભાવનગર અને દિવમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ છે.
સોમવારે ભરૂચ, સુરત તેમજ ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
સોમવારે ભરૂચ અને સુરતમાં તેમજ ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને બોટાદમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં અત્યારે પણ ઉનાળા જેવી ગરમીનો વર્તારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય રહેશે. તેમાં ગીર સોમનાથ, ડાંગ, વલસાડ તથા નવસારી, દમણમાં વરસાદની આગાહી કરાઇ છે.