- રાજયમાં વરસાદની સ્થિતિનેપહોંચી વળવા NDRF અને SDRFની 18-18 ટીમો તહેનાત
- 11 જૂલાઇની સ્થિતિએ રાજ્યમાં અંદાજીત 44,36,980 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર
- રાજ્યમાં કુલ 18 જળાશયો હાઈ એલર્ટ અને 8 જળાશયો એલર્ટ પર
રાજ્યમાં આગામી 13 થી 17 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. આ નિચાણવાળા વિસ્તારોમાંથી આગોતરું સ્થળાંતર કરવા માટે વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમ રાહત કમિશનર અને મહેસૂલ સચિવ પી. સ્વરૂપે જણાવ્યું હતું. એસ.ઈ.ઓ.સી.,ગાંધીનગર ખાતે આજે રાહત કમિશનર અને મહેસૂલ સચિવ પી. સ્વરૂપના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી.
રાહત કમિશનરે કહ્યું હતું કે હવામાન વિભાગની આગાહી મુજબ 13 થી 17 જૂલાઇ દરમિયાન સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી તેમજ કચ્છ જિલ્લામાં તથા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. આ જિલ્લાઓમાંથી ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે.
જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે આપત્તિ વ્યવસ્થાપન માટે તમામ અધિકારીશ્રીઓની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજન અને માર્ગદર્શન માટે બેઠક યોજી.@CMOGuj @pkumarias @ahmedabad_info pic.twitter.com/TxUjK4v6SD
— Ahmedabad Collector (@CollectorAhd) July 12, 2022
રાજ્યમાં વરસાદની સ્થિતિમાં વહીવટી તંત્ર, NDRF અને SDRFની ટીમો દ્વારા કરવામાં આવી રહેલી રાહત કામગીરીની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતુ કે રાજયમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા અમરેલી-૧, બનાસકાંઠા-૧, ભરૂચ-૧, ભાવનગર-૧, દેવભૂમી દ્વારકા-૧, ગીરસોમનાથ-૧, જામનગર-૧, જુનાગઢ-૧, કચ્છ-૧, નર્મદા-૧, નવસારી-૨, રાજકોટ-૧, સુરત-૧ અને તાપીમાં-૧ એમ NDRFની કુલ -18 ટીમો તહેનાત કરવામાં આવી છે. જ્યારે ભારે વરસાદના કારણે છોટા ઉદેપુર-૧,નર્મદા-૧, આણંદ-૧,ભરૂચ-૨, છોટાઉદેપુર-૧, ડાંગ-૧, ગીરસોમનાથ-૨,જામનગર-૧, ખેડા-૨, મોરબી-૧, નર્મદા-૧, પાટણ-૧, પોરબંદર-૧, સુરેન્દ્રનગર-૨,તાપી-૧ આમ SDRFની કુલ 18 પ્લાટુન તહેનાત કરવામાં આવી છે.
રાજ્યમાં જળાશયોની વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 159404 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 47.71% છે જેમાં પાણીની આવક થતા ગત સપ્તાહ કરતાં ૭% જેટલો વઘારો થયો છે. રાજયનાં 206 જળાશયોમાં 251209 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 33.61 % છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ – 18 જળાશય, એલર્ટ ૫ર કુલ- 08 જળાશય તેમજ વોર્નીગ ૫ર કુલ -11 જળાશય છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી પ્રભાવિત નર્મદા જિલ્લામાં ખેત વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતો પાસેથી વરસાદથી થયેલા પાક અને અન્ય નુક્સાનની જાણકારી મેળવી હતી તથા વરસાદી પાણી ઓસરે તે સાથે જ ખેતીવાડીને થયેલા નુકસાનનો સર્વે હાથ ધરવા સ્થાનિક તંત્રને સૂચનાઓ આપી હતી. pic.twitter.com/3xFF99VUSW
— CMO Gujarat (@CMOGuj) July 12, 2022
રાહત કમિશનરે વરસાદ પ્રભાવિત નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં સફાઇની કામગીરી, પાણી ભરાયેલ વિસ્તારમાં ડીવોટરીગ પં૫ની વ્યવસ્થા, તુટેલા રોડ તાત્કાલીક રીપેર થાય તેમજ આરોગ્યલક્ષી કાળજી લેવા જરૂરી સૂચનાઓ આપી હતી. હવામાન વિભાગના નિયામક મોહંતી મનોહરે ગુજરાતમાં આગામી સમયમાં સંભવિત વરસાદની વિગતો આપી હતી.