ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

Text To Speech
  • ચોમાસુ નવસારીથી આગળ વધીને ભરૂચ અને નર્મદા સુધી પહોંચ્યુ
  • મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
  • દરિયાકાંઠાના વિસ્તારો માટે માછીમારોની ચેતવણી આપવામાં આવી

ગુજરાત રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવશે. તેમજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ આવવાની શક્યતા છે. સાથે જ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી

હવે ગુજરાતમાં ચોમાસુ જામી ગયું છે અને આજે પણ કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, હજી એક દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે માછીમારોની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે 35થી 45ની પ્રતિકલાકની ગતિએ પવન ફૂંકાવવાની આગાહી છે.

ચોમાસાએ ગતિ કરીને નવસારીથી આગળ વધીને ભરૂચ અને નર્મદા સુધી પહોંચ્યુ

ગઇકાલે ચોમાસાએ ગતિ કરીને નવસારીથી આગળ વધીને ભરૂચ અને નર્મદા સુધી પહોંચ્યુ છે. આ સાથે તેમણે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગુજરાત રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તેમાં ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાબરકાંઠા, છોટાઉદેપુર તથા નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.

Back to top button