રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થઈ ચૂક્યો છે. ત્યારે રાજ્યમાં ફરી એક વાર મેઘરાજાની ધમાકેદાર બેડિંગ શરુ થઈ છે. હવામાન વિભાગે તાજેતરમાં વરસાદને લઈને આગાહી કરી હતી. જેમા હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. જેમાં હવામાન વિભાગે આગામી 45 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સુરત, તાપી ઉપરાંત ડાંગ, નવસારી, વલસાડ, નર્મદામાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે , ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી મહીસાગરમાં તથા દાહોદમાં વરસાદ થઈ શકે છે.તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં ભારે વરસાદથઈ શકે છે. આ સાથે અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.
આ જિલ્લામાં આવતી કાલે ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આવતી કાલે પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આવતી કાલે સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જિલ્લાઓના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તેમજ દક્ષિણ ગુજરાતના સુરત અને ભરુચમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં જમીનના વિવાદમાં વધુ એક હત્યા, 19 વર્ષના યુવાનનો ભોગ લેવાયો