રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ખાબકશે મેઘો
રાજ્યમાં વરસાદનો ચોથા રાઉન્ડ શરૂ થઇ ગયો છે, આ ચોથા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરુ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. જ્યારે નદી નાળા પણ છલકાયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ફરી એક વાર વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. જેમાં આગામી 24 કલાકમાં ફરી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે.
આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સાથે ભારે પવન ફૂકાવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. આ સાથે છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને વલસાડમાં પણ વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં PMAY અંતર્ગત 4,93,136 પાકા ઘર બાંધવામાં આવ્યા
આવતી કાલે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આવતી કાલે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે.તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સુચના
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદની શક્યતા છે. જેને લઈને આગામી 5 દિવસ માછીમારોને પણ સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. આ દરમિયાન હવામાન વિભાગે દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાની આગાહી પણ કરી છે.
આ પણ વાંચો : ભારતના 266 માછીમારો અને 42 નાગરિકો પાકિસ્તાની જેલોમાં કેદ