ગુજરાતમાં વધુ એક વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા ખાબકશે મેઘ
- એક વીક સુધી મધ્યથી લઇ ભારે વરસાદની આગાહી કરવામાં આવી
- લોકો ગરમી અને બફારાથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા તેની વચ્ચે વરસાદ શરૂ
- અમદાવાદ, આણંદ, નર્મદામાં 27 તારીખે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વધુ એક વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં 27 તારીખે ભારે વરસાદની આગાહી જેમાં અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ , સુરત અને ડાંગ , નવસારી, વલસાડમાં વરસાદ થશે. તેમજ જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદ સાથે 28 તારીખે પણ ભારે વરસાદની આગાહી છે જેમાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા , આનંદ અને મહીસાગર, અમદાવાદમાં વરસાદ આવશે.
એક વીક સુધી મધ્યથી લઇ ભારે વરસાદની આગાહી કરવામાં આવી
આજથી રાજ્યમાં ફરી એકવાર એક વીક સુધી મધ્યથી લઇ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બારડોલીના સ્ટેશન વિસ્તાર, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ, બાબેન ગામ અને આફવા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ફરી એક વખત ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સુરત, દાદર નગર હવેલી, નવસારી , વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તથા આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે 25 અને 26 તારીખે ડાંગ, નવસારી , વલસાડ અને દમણ, દાદર નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે.
લોકો ગરમી અને બફારાથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા તેની વચ્ચે વરસાદ શરૂ
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં પણ ટૂંકા વિરામ બાદ વરસાદની ફરી એન્ટ્રી થઈ છે. એક બાજુ સૂરજદાદા દેખાઈ રહ્યા છે અને બીજી બાજુ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે લોકો ગરમી અને બફારાથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા તેની વચ્ચે વરસાદ વરસતા લોકોને આંશિક રાહત મળી છે. બીજી તરફ ડાંગ જિલ્લામાં આહવા ખાતે પણ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને હવામાન વિભાગની માહિતી મુજબ વરસાદનું આગમન પણ થયું છે. ડાંગ જિલ્લામાં આહવા અને સાપુતારા પંથકમાં બફારા બાદ વરસાદનું આગમન થયું છે અને વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.