નેશનલ

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા, બરફની ચાદરથી ઢંકાયેલા અદ્ભુત દ્રશ્યો

Text To Speech

હાલમાં પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ત્યારે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં અદભૂત હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યોમાં બરફની ચાદરથી ઢંકાયેલ વૃક્ષો અને પર્વતોનો સુદર નજારો મનમોહીલે તેવો છે. હિમવર્ષોને કારણે અહી કુદરતે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને તમે પણ આકર્ષિત થઈ જશો.

જોવા મળ્યો કુદરતી સૌદર્યનો આહ્લાદક નજારો

હાલમાં પહાડી વિસ્તારોમાં અનેક જ્ગ્યાએ બરફ વર્ષો થઈ રહી છે. જેના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. તો લોકોને આ બરફ વર્ષોને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ આ હીમ વર્ષના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે. હાલ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં બરફ વર્ષા થતા ચારેકોર બરફની સફેદ ચાદર પથરાયેલ જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશના મલાણા ગામમાં વૃક્ષો અને પર્વતો બરફની ચાદરથી ઢંકાયેલા જોવા મળી રહ્યા છે. ચારેકોર બરફ પથરાયેલો આ નજારો લોકોને ખુબ આકર્ષિત કરી રહ્યો છે. હાલની સીઝનમાં અનેક લોકો આ નજારાને નજીકથી નિહાળવા માટે નિકળી પડતા હોય છે.

લોકોમાં જમાવ્યું આકર્ષણ

હાલ સોશિયલ મીડિયામાં અહીની આ વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. લોકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે. ક્યાક પ્રકૃતિ કહેર વરસાવી રહી છે. તો વળી ક્યાક કુદરતની સુદરતાના આવા અદભુત દ્રશ્યો લોકોને મનમોહિત કરી લેતા હોય છે, આ વિડીયોમાં પહાડોની વચ્ચે બરફની સફેદ ચાદર પથરાયેલ જોઈને લોકો આનેદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આ વિડીયોમાં પ્રવાસીઓ આ સુદર કુદરતી નજારાની મજા માણતા પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : સરકારી ગોડાઉનમાં અનાજ કૌભાંડ, ઉચ્ચ બેઠકમાં મંત્રી કુંવરજી બાવળિયાએ અધિકારીઓને આપ્યો આ ઓર્ડર

Back to top button