પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશન બનતા ગુજરાતના આ વિસ્તારોમાં થશે ધોધમાર વરસાદ
- સર્વત્ર મેઘમહેર વચ્ચે હવે વરસાદના નવા રાઉન્ડની રાહ
- બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદ આવશે
- ઉત્તર ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનવાની શક્યતા
પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશન બનતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થશે. જેમાં બંગાળમાં સાયક્લોનિક સર્ક્યુલેશની અસર ગુજરાતમાં જોવા મળશે. તેમાં ઉત્તર ગુજરાત તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. તથા સાયક્લોનિક સર્ક્યુલેશની અસર ગુજરાતમાં જોવા મળશે.
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદ આવશે
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ હાલમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી છે. ત્યારે આગામી દિવસોમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વચ્ચે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં પણ સાયક્લોન સર્ક્યુલેશનની સિસ્ટમ એક્ટિવ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં આંખો આવવાના કેસોમાં ચિંતાજનક વધારો
ઉત્તર ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનવાની શક્યતા
પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશન બન્યું છે જેનું મુવમેન્ટ બાંગ્લાદેશ તરફ વધારે છે. જો કે, આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની સંભાવના નહીંવત છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનવાની શક્યતા છે. જેની અસર આખા ગુજરાતમાં જોવા મળશે અને હળવા વરસાદની સંભાવના છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદની શક્યતા છે. રાજ્યમાં સર્વત્ર મેઘમહેર વચ્ચે હવે વરસાદના નવા રાઉન્ડની રાહ જોવાઇ રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ઓગસ્ટ તથા સપ્ટેમ્બર મહિના દરમિયાન વરસાદને લઇને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.