ગુજરાતટોપ ન્યૂઝ

બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

  • મધ્ય-દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
  • દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ તેજ ઝડપે પવન ફૂંકાઈ શકે છે
  • ગુજરાતના કિનારે પહોંચે એ પહેલાં કરાચી તરફ ફંટાવાની શક્યતા

અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડુ પ્રતિ કલાકે 6 કિ.મી.ની ઝડપથી આગળ વધી પોરબંદરથી 830 કિ.મી. દુરના અંતરે પહોચ્યું છે. જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ઓછો થતો જાય છે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી વાવાઝોડુ ગુજરાત પહોચે તેવી કોઈ શક્યતાઓ જણાતી નથી. પણ વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.

સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર સિગ્ન પણ આપી દેવામાં આવ્યાં

ખાનગી વેબસાઈટ દ્વારા જાહેર કરાતી વિગતો મુજબ વાવાઝોડુ ગુજરાત સુધી પહોચે એ પહેલા પાકિસ્તાનના કરાચી તરફ ફંટાઈ જવાની શક્યતાઓ વધુ જણાઈ રહી છે. આગામી 13મી જૂન સુધીમાં વાવાઝોડું ફંટાઈ જવાના સંકેતો મળી રહ્યાં છે. પોરબંદરથી 1,130 કિ.મી. દુર અરબી સમુદ્રમાં મંગળવારના રોજ બિપોરજોય વાવાઝોડાએ આકાર લેતા ગુજરાતનું તંત્ર એલર્ટ થયુ હતું. સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર સિગ્ન પણ આપી દેવામાં આવ્યાં હતા. તેમજ રાહત કમિશનર દ્વારા બુધવારના રોજ વેધર વૉચ ગ્રુપની પ્રથમ બેઠક પણ બોલાવી લેવામાં આવી હતી. પરંતુ આ ત્રણ દિવસ દરમિયાન થયેલી પ્રક્રિયા મુજબ ધીરે ધીરે વાવાઝોડાનો ગુજરાત પરથી ખતરો ઓછો થઈ રહ્યો હોય તેવા સંકેતો મળી રહ્યાં છે.

આ પણ વાંચો- નવાઝુદ્દીન સિદ્દીકી :  જાણો ફેક્ટરી વર્કર માંથી એક્ટર બનવાની સફર

ત્રણ દિવસમાં વાવાઝોડાએ 200 કિ.મી.નું અંતર કાપી આગળ વધ્યું

ત્રણ દિવસમાં વાવાઝોડાએ 200 કિ.મી.નું અંતર કાપી આગળ વધ્યું છે. વાવાઝોડાની આગળ વધવાની જે ગતિ છે તે હાલની સ્થિતિએ પ્રતિકલાકે 5 કિ.મીની હોવાનું હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન વાવાઝોડું ગુજરાત સુધી પહોચે તેવી કોઈ શક્યતાઓ જણાતી નથી. પરંતુ વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયા કાંઠે મોઝા ઉછળવા તેમજ પ્રતિકલાકે 40થી 45 કિ.મી.ની ઝડપે અને કેટલાક વિસ્તારમાં 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. આ સિવાય મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાની અસર ઓછી જણાતા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી નથી. એટલુ જ નહી વરસાદ-વાવાઝોડાને લઈ કોઈ વિસ્તારમાં એલર્ટ પણ અપાયુ નથી. માત્ર માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો- કર્ણાટક: હેડગેવારના ચેપ્ટરને અભ્યાસક્રમમાંથી હટાવવાના પ્રસ્તાવ પર શું બોલી બીજેપી?

મધ્ય-દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની હવામાન ખાતાએ શક્યતા સેવી છે. મધ્ય-દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ હળવો વરસાદ પડી શખે છે. વરસાદની સાથે સાથે આ વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાના પણ સંકેતો અપાયાં છે. આજ રોજ નવસારી, વલસાડ,અમરેલી, ભાવનગરમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ તેજ ઝડપે પવન ફૂંકાઈ શકે છે

હવામાન ખાતા દ્વારા આગામી ચાર દિવસની કરવામાં આવેલી આગાહી મુજબ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, વલસાડ, ભરૂચ, તાપી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતાઓ છે. બિપરજોય વાવાઝોડાની અસર મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં થવાની સંકેતો અપાયાં છે. જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ તેજ ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

 

Back to top button