ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ખાબકશે ધોધમાર મેઘો

Text To Speech
  • આગામી 24 કલાક દ.ગુજરાતમાં ભારે વરસાદ રહેશે
  • રાજ્યમાં 24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે
  • સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વિવિધ વિસ્તારોમાં ધોધમાર મેઘો વરસશે તેવી માહિતી આપવામાં આવી છે. તેમજ આગામી 24 કલાક દ.ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. તથા સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદ રહેશે.

અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે

24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે. તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે. તથા માછીમારોને 5 દિવસ માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાઈ કાંઠે પવનની ગતિમાં વધારો રહેશે. તથા સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. ગુજરાતના ઉત્તર તથા દક્ષિણ ભાગની દરિયા પટ્ટીના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. પાંચ દિવસ માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે જેમાં 40-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ

વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાત માટે નવસારી, તાપી માટે કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છના 24 કલાકમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક ઠેકાણે અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button